ડાર્ક સર્કલને આ રીતે કરો દૂર, કરો આ ઘરેલું ઉપાય

Home Remedies Dark Circles: આંખોની નીચે ડાર્ક સર્કલને તમારે દૂર કરવા હોય તો અમે તમારા માટે ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જે તમારા ચહેરા પરના ડાર્ક સર્કલને દૂર કરી દેશે.
કાકડીનો ઉપયોગ કરો
કાકડીમાં રહેલા તમામ તત્વો ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. એક કાકડીને ઠંડી કરવા માટે તમારા ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ તમે તેને સ્લાઈસમાં કાપીને રાખી દો. જો તમે ઝડપથી પરિણામ મેળવવા માંગો છો તો તમારે 15 મિનિટ માટે કાકડીના ટુકડાને ડાર્ક સર્કલવાળી જગ્યા પર રાખવાના રહેશે. થોડા દિવસોમાં તમે આપોઆપ હકારાત્મક અસરો જોવા મળશે.
આ પણ વાંચો: વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના છૂટાછેડાની અફવા કેમ ઉડી?
બદામનું તેલ અસરકારક સાબિત થશે
વિટામિન ઇથી ભરપૂર બદામનું તેલ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. જો તમારે વધુ સારા પરિણામો મેળવવા છે તો તમારે રાત્રે સૂતા પહેલા, તમારી આંખોની નીચે જ્યાં ડાર્ક સર્કલ છે તે વિસ્તારમાં બદામના તેલનું માલિશ કરવાનું રહેશે. જો તમે અઠવાડિયા સુધી રોજ આવું કરો છો તમારે રોજ બદામનું તેલ લગાવવાનું રહેશે. સર્કલની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.