September 20, 2024

Ram Mandir: ‘ભારતીય સંસ્કૃતિ અને રામાયણને ક્યારેય અલગ-અલગ રીતે જોવામાં આવ્યા નથી’: અમિત શાહ

Amit Shah Speech in Parliament Today: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં નિયમ 193 હેઠળ ‘ઐતિહાસિક શ્રી રામ મંદિરનું નિર્માણ અને શ્રી રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા’ વિષય પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે આજે કોઈને જવાબ નહીં આપું. હું મારા વિચારો અને લોકોના મનની વાત દેશની સામે રજૂ કરવા માંગુ છું. એ અવાજ છે જે વર્ષોથી કોર્ટના કાગળોમાં દટાયેલો હતો. 22 જાન્યુઆરી 2024 વિશે કેટલાક લોકો શું કહે છે તે મહત્વનું નથી, તે દિવસ દસ હજાર વર્ષથી વધુ સમય માટે ઐતિહાસિક દિવસ રહેશે. શાહે વધુમાં કહ્યું 1528થી ચાલી રહેલા અન્યાય સામેના સંઘર્ષ અને લડતની જીતનો દિવસ છે. 22 જાન્યુઆરી 2024 એ સમગ્ર ભારતની આધ્યાત્મિક ચેતનાના પુનપુનર્જાગરણનો દિવસ છે. રામ અને રામના ચરિત્ર વિના દેશની કલ્પના કરી શકાતી નથી. રામ અને રામનું ચરિત્ર ભારતની પ્રજાનો આત્મા છે. બંધારણની પ્રથમ નકલથી લઈને મહાત્મા ગાંધીની આદર્શ ભારતની કલ્પના સુધી, રામના નામનો ઉપયોગ થતો રહ્યો.

ભારતીય સંસ્કૃતિ અને રામાયણને ક્યારેય અલગ-અલગ રીતે જોવામાં આવ્યા નથીઃ અમિત શાહ
અમિત શાહે સંબોધનમાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને રામાયણને ક્યારેય અલગ-અલગ રીતે જોવામાં આવ્યા નથી. રામાયણનો ઉલ્લેખ ઘણી ભાષાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોમાં જોવા મળે છે. ઘણા દેશોએ રામાયણનો સ્વીકાર કર્યો છે અને તેને આદર્શ ગ્રંથ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. રામ અને રામાયણથી અલગ દેશની કલ્પના કરવી અશક્ય છે. આ લડાઇ ઇ.સ. 1528થી લડી રહ્યાં છીએ. દાયકાઓ સુધી આ લડાઈ ચાલુ રહી. લગભગ 1858થી કાનૂની લડાઈ ચાલી રહી હતી. અને 330 વર્ષ બાદ આજે કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે અને રામલલા તેમના ગર્ભગૃહમાં બિરાજમાન છે.

રામજન્મભૂમિનો ઈતિહાસ લાંબો છેઃ શાહ
અમિત શાહે કહ્યું કે આંદોલનથી અજાણ રહીને આ દેશનો ઈતિહાસ વાંચી ન શકાય. 1528 થી દરેક પેઢીએ આ ચળવળ માટે પ્રતિજ્ઞા લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં તે સાકાર થયું અને આપણું સ્વપ્ન સાકાર થયું. રામજન્મભૂમિનો ઈતિહાસ લાંબો છે. આ લડાઈમાં રાજાઓ, સંતો, નિહંગો અને કાયદાના નિષ્ણાતોએ સહયોગ આપ્યો છે. આજે આપણે આ તમામ યોદ્ધાઓને નમ્રતાપૂર્વક યાદ કરવા માંગીએ છીએ.

‘કહેવાતું હતું કે ભાજપ આવા વચનો આપે છે’
તેમણે કહ્યું કે ઘણા લોકોએ ખિસકોલીની જેમ ફાળો આપ્યો છે. 1990માં આંદોલન વેગ પકડે તે પહેલા જ ભાજપે દેશની જનતાને વચન આપ્યું હતું. અમે પાલમપુર કાર્યકારી સમિતિમાં એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રામ મંદિરના નિર્માણને ધર્મ સાથે ન જોડવું જોઈએ. આ દેશની ચેતનાના પુનજાગૃતિ માટેનું આંદોલન છે. અમે મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે રામ મંદિર બનવું જોઈએ, ટ્રિપલ તલાક હટાવવા જોઈએ, સમાન નાગરિક સંહિતા લાવવી જોઈએ, કલમ 370 દૂર કરવી જોઈએ, ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાજપ આવા વચનો આપે છે. લોકો કહેતા હતા કે વોટ મેળવવા માટે આવું કરીએ છીએ પણ જ્યારે અમે કોઈ વચન પૂરું કરીએ છીએ ત્યારે તેનો વિરોધ પણ કરે છે.

ભાજપ અને વડાપ્રધાન મોદી જે કહે છે તે કરે છેઃ શાહ
અમિત શાહે કહ્યું કે ભાજપ અને વડાપ્રધાન મોદી જે કહે છે તે કરે છે. અમે 1986થી કહી રહ્યા હતા કે ત્યાં ભવ્ય રામ મંદિર બનવું જોઈએ. કેટલાક લોકો અહીં પ્રતિક્રિયા આપી રહ્યા હતા. મારે પૂછવું છે કે શું તમે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચના નિર્ણયથી ચિંતિત છો કે નહીં? તમે આ ચુકાદાને કેવી રીતે ટાળી શકો? સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે ભારતના બિનસાંપ્રદાયિક પાત્રને ઉજાગર કર્યું છે. વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી, જ્યારે બહુમતી સમાજે પોતાની શ્રદ્ધા પૂરી કરવા માટે આટલી લાંબી લડાઈ અને રાહ જોઈ હોય. અમે રાહ જોઇ છે, લડાઈ લડી છે. હવનમાં હાડકાં ન નાખવા જોઈએ. સાથે જોડાઇ જાવ જે દેશના ભલા માટે છે.

અમિત શાહે કરી સંઘર્ષની વાતો
2014 થી 2019 સુધી લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. નિહંગોએ લડાઈ શરૂ કરી હતી. અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા કાઢી હતી અને જનજાગૃતિ ફેલાવી હતી. અશોક સિંઘલજીએ તેને ચરમસીમા પર લઈ ગયા અને આખરે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદીજીએ જનતાની આકાંક્ષા પૂરી કરી દીધી છે. દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં એવું લખવામાં આવશે કે કોઈ દેશ તેના બહુમતી સમાજની ધાર્મિક માન્યતાઓની પરિપૂર્ણતા માટે ધીરજપૂર્વક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

વડાપ્રધાનની મકક્કમતા વિશે અમિત શાહે કરી વાત
શાહે કહ્યું કે આ દેશના વડા પ્રધાને 11 દિવસના ઉપવાસ કર્યા છે જે સંતોના સૂચન કરતાં વધુ કઠોર હતા. પીએમ 11 દિવસ સુધી પથારી પર સૂતા ન હતા. નારિયેળ પાણી પીને 11 દિવસ સુધી ઉપવાસ કર્યા. 11 દિવસ સુધી રામમય રહ્યાં અને રામની ભક્તિમાં વ્યસ્ત રહ્યાં, દરેક શ્વાસને રામ સાથે જોડી અને પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ 11 દિવસમાં તેમણે મા શબરી, ખિસકોલી, વાનર, રીંછ અને જટાયુ સાથે સંકળાયેલા રામના સ્થળોની મુલાકાત લીધી હતી અને રામકાજને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે પૂજાનો સમય આવ્યો ત્યારે તેણે કોઈ રાજકીય નારા લગાવ્યા નહોતા, દરરોજ રામના ભજન અલગ-અલગ ભાષાઓમાં ટ્વીટ કર્યા હતા. તેમણે યમ, નિયમ, તપસ્યા અને ઉપાસના દ્વારા ભક્તિ કરી. હું તે દિવસે દિલ્હીના લક્ષ્મી નારાયણ મંદિરમાં બેઠો હતો, લોકોની આંખોમાં આંસુ હતા. કોઈ ભાવના વગર મોદીજીએ ખૂબ જ નમ્રતાથી સમારોહમાં ભાગ લીધો. જય શ્રી રામના નારાથી જય સિયારામ ગુંજી ઉઠ્યા હતા. વિભાજનની વાત કરનારાઓને મારી નમ્ર વિનંતી છે કે સમયને ઓળખો. જેણે સંન્યાસ નથી લીધો, જે સંન્યાસી છે, જે દેશના શાસક છે, જે પ્રધાન સેવક છે, આવી વ્યક્તિ ભક્તિની ચેતના ફેલાવે છે. આવું ઉદાહરણ વિશ્વમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. મોદીજીએ અનેક સમય પર નેતૃત્ત્વના ગુણોનો પરિચય આપ્યો છે.