વલસાડમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, આરોપીને આજીવન કેદ સજા ફટકારી

વલસાડ: વલસાડમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપીની મૃત્યુ સુધીની આજીવન કેદ અને 50 હજારના દંડની સજા ફટકારી છે. આરોપી ગુલામ મુસ્તફા મોહંમદ સમીમ ખલીફાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વાપી કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા પોક્સો એક્ટની કલમ મુજબ આરોપીને સજા ફટકારી છે.

આરોપીએ ભરેલ દંડની રકમ ઉપરાંત 6 લાખ રૂપિયા ભોગ બનનારને વળતર પણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. 27 ઓગસ્ટ 2024ના રોજ ઘટના બની હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટે આ કેસને અત્યંત પ્રાથમિકતા આપી 6 મહિનામાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. એક કલાકમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંવેદનશીલ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કેસમાં સામેલ તમામ અધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે આજે પુત્રી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે.