October 4, 2024

અમેરિકાની શેરીમાં રામ નામ કે હીરે મોતી, કાર રેલી યોજાઈ

અમેરિકા: “દરેક હિન્દુના રુદિયામાં રામ”… પછી તે ભારતમાં રહેતો હોય કે પછી વિદેશમાં પરંતુ દરેક હિન્દુના મુખ પર આજે રામ નામ છે. 22 જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ આવી રહ્યો છે. કદાચ એવું પણ કહી શકાય કે ભગવાન શ્રી રામ હવે વનવાસ કરીને પોતાના ઘરે આવ્યા, પરંતુ આ તમામ વાત વચ્ચે હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાત સમંદર પાર રહેતા હિન્દુઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ત્યારે અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા હ્યુસ્ટનમાં એક વિશાળ કાર રેલી કાઢી હતી. આ રેલીમાં ભજન ગાતા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા આ રેલી રસ્તામાં આવેલા 11 મંદિરોના દર્શન પણ કર્યા હતા.

લાંબી કતાર સાથે રેલી
આ રેલીમાં રામ મંદિરની તસવીર સાથે ભારતીય અને યુએસના ધ્વજ અને ભગવા બેનરો સાથે 500 થી વધુ લોકો જોડાયા હતા. આ રેલીમાં 216 કારની લગભગ પાંચ કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી. આઠ પોલીસકર્મીઓ પણ તેમની મોટરસાઈકલ પર રેલી સાથે જોવા મળ્યા હતા. આ રેલીએ 160 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. છ કલાકની રેલી દરમિયાન લગભગ 11 મંદિરોના દર્શન કર્યા હતા. આ સમયે વૃદ્ધો સહિત યુવાનોની આંખ ભીની થઈ ગઈ હતી.

આ પણ વાચો: અયોધ્યાના પથ પુષ્પોથી મહેકશે, 50 હજાર પ્લાન્ટથી થશે ડેકોરેશન

અવધ નરેશ અમેરિકામાં
બહુ ઓછા સમયમાં અવધ નરેશના કપાટ ખુલવા જઈ રહ્યા છે. દેશમાં તો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ વિદેશના હિન્દુઓ પણ આ અવરસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવશે.

રામના નામે રોકડી કરવાનો ધંધો
એક બાજુ દેશ અને વિદેશમાં અવધ નરેશના કપાટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજૂ રામ મંદિરમાં દાનના બહાને કેટલાક સાયબર ફ્રોડ QR કોડથી સ્કેન-અને-પે પ્રક્રિયા દ્વારા નાણાંની છેતરપિંડી કરી રહ્યા છે. જેના કારણે મંદિરમાં દાન આપવા માટે લોકોને વિનંતી કરતા સોશિયલ મીડિયામાં મેસેજ અને ફોન કૉલ્સના અહેવાલ સામે આવ્યા હતા. આ પછી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

આ પણ વાચો: અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ