December 12, 2024

હેમંત સોરેન જેલમાંથી છૂટ્યા, પહેલી તસવીર આવી સામે

Hemant Soren Bail: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા હેમંત સોરેનને શુક્રવારે (28 જૂન) રાંચીની બિરસા મુંડા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઇકોર્ટે આજે તેમને જામીન આપ્યા છે. 31 જાન્યુઆરીએ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન બિરસા મુંડા જેલમાંથી પોતાના ઘરે ગયા છે. આ દરમિયાન સેંકડો વાહનોના કાફલામાં જોવા મળ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની કલ્પના સોરેન પણ હતી. જેલની બહાર નીકળતાની સાથે જ હેમંત સોરેને હાથ હલાવીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

કલ્પના સોરેન જ્યારે તેમનું સ્વાગત કરવા જેલમાં પહોંચી ત્યારે તેણે કહ્યું કે આ દિવસ ઘણા સમય પછી આવ્યો છે. હું દરેકનો આભાર માનું છું. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. મમતા બેનર્જીએ X પર લખ્યું, “મહત્વના આદિવાસી નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને એક કેસના કારણે રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ આજે તેમને માનનીય હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી
નોંધનીય છે કે, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સીએમ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ વર્ષે 31 જાન્યુઆરીએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સોરેન હાલમાં બિરસા મુંડા જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલ એસવી રાજુએ દલીલ કરી હતી કે જો સોરેનને જામીન પર છોડવામાં આવશે તો તે ફરીથી આવો જ ગુનો કરશે, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો.