October 13, 2024

ઓડિશા-આંધ્ર પ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આશુતોષ ઉપાધ્યાયસ, અમદાવાદ: મેઘરાજાએ ગુજરાત આખાને ઘમરોળ્યું છે. ત્યાં જ વડોદરા અને જામનગરમાં તો બારે મેઘ ખાંગા થયા બાદ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશા અને આંધ્ર પ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં પુનઃ વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. જે અંતર્ગત રાજ્યના જુદા-જુદા જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ અનુસાર, આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ જિલ્લામાં આજે યલો એલર્ટ અપાયું
2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યા જ બીજી સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ છુટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: Haryana Assembly Election પહેલા દુષ્યંત ચૌટાલાને ઝટકો, JJPના ધારાસભ્યો BJPમાં જોડાયા

ત્રીજી સપ્ટેમ્બર અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે તો ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

ત્યાં જ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સરેરાશ 601 મિમિ કરતા 46 ટકા વધુ એટલે કે 880 મિમિ વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજીયનમાં 780 મિમિ કરતા 19 ટકા એટલેકે 947 મિમિ વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રમાં 452 મિમિ કરતા 86 ટકા વધુ એટલેકે 841 મિમિ વરસાદ થયો છે.