December 4, 2024

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ પૂજાને લઈને ભારે ભીડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Surat: દિવાળી બાદ હવે છઠ્ઠ પૂજાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે લોકો તેમના વતન જતા હોય છે. આ વચ્ચે હવે સુરતમાં છઠ્ઠ પૂજાને લઈને વતન જતા લોકોની ભારે ભીડ જોવા મળી છે. ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ્ઠ પૂજાને લઈને ભારે ભીડ જોવા મળી હતી. ભારે ભીડના કારણે પોલીસને સામાન પર લાઠી મારવાનો ફરજ પડી હતી. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના યુવાનોને દિવાળીની મોટી ભેટ, શિક્ષકોની ભરતીને લઈ કુબેર ડીંડોરે આપી પ્રતિક્રિયા

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા 20 દિવસ પહેલાથી જ દિવાળી અને છઠ પુજા માટે યુપી, બિહાર જવા માટે સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ તે ટ્રેનની સમય સારણી લોકો સુધી પહોંચાડવામાં રેલવે તંત્ર અસફળ થયું છે. જેના કારણે આ સમસ્યા થઇ રહી છે. બીજી બાજુ ફરીથી પશ્ચિમ રેલવે દ્વારા અન્ય 7 જેટલી નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.