October 13, 2024

Delhi-Bihar-UPમાં હીટવેવનું એલર્ટ, આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

Weather Forecast: દેશના દરેક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે. આવો જાણીએ કેવું રહેશે આજનું હવામાન.

વરસાદની આગાહી કરવામાં આવી
રાજસ્થાનમાં હાલ ભારે ગરમી પડી રહી છે. તાપમાનનો આંકડો 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે આગામી દિવસોમાં પણ ગરમી પડવાની સંભાવના છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ગરમી પડી શકે છે. આજના દિવસે ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, કેરળ, અરુણાચલ પ્રદેશમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હીટ વેવની ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 8 જૂન સુધી નાગાલેન્ડ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમમાં વીજળી અને ભારે પવન ફૂંકાઈ શકે છે. આજના દિવસે દિલ્હીમાં ભારે ગરમી પડશે. ભારે ગરમીના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ગરમીના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો: દેશમાં 10 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન

ગુજરાતનું હવામાન
અમદાવાદમાં ગરમીથી લોકોને રાહત મળી છે. પરંતુ બફારાનું પ્રમાણ વધતા લોક કંટાળી ગયા છે. ગઈ કાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આજ સવારથી પણ અમદાવાદનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. આગામી 6 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં.