HBD: ભાઈજાનની આવનારી ફિલ્મો વિશે એક નજર
સલમાન ખાન બોલિવૂડની જાન છે. આથી જ તેમને બોલિવૂડના ભાઈજાન તરીકે ઓળખવામાં આવે છે. આજે સલમાન ખાનનો જન્મદિવસ છે ત્યારે સલમાનના ફેન્સ તેની આવનારી ફિલ્મો વિશે જાણવા માટે આતુર છે. આમ તો મોટાભાગે ભાઈજાન ઈદના દિવસે પોતાની ફિલ્મો લાવીને પોતાના ફેન્સને ઈદની ગિફ્ટ આપતા હોય છે. આ વર્ષે સલમાન દિવાળીના તહેવાર પર પોતાની ફિલ્મ ‘ટાઈગર 3’ લાવ્યા હતા. જેને પણ ફેન્સે ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. હવે આવતા વર્ષની વાત કરીએ તો 2024માં સલમાન ખાન ઘણા મોટા પ્રોજેક્ટ સાથે આવી રહ્યા છે.
‘ધ બુલ’
સલમાન ખાન અને કરણ જૌહર 25 વર્ષ બાદ ફરી એકસાથે કામ કરશે. તેમની આવનારી ફિલ્મ ‘ધ બુલ’ 2024માં રીલિઝ થઈ શકે છે. આ ફિલ્મ એક બાયોપિક હશે. જેમાં સલમાન ખાન પૈરામિલિટ્રી ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિશે ટીમ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ ફિલ્મ 3 નવેમ્બર 1988માં માલદીવમાં થયેલા આંતકવાદી હુમલાની સત્ય ઘટના પર આધારિત છે. આ આંતકવાદી હુમલાને Badi Buraasfathi ના નામથી ઓળખવામાં આવે છે. આ ફિલ્મને વિષ્ણુવર્ધન ડાયરેક્ટ કરશે. વિષ્ણુવર્ધને આ પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાની શેરશાનું નિર્દેશન કર્યું હતું.
આ પણ વાંચો: જેકલીનની વધી મુશ્કેલીઓ…હવે સુકેશ જ આપી રહ્યો છે ધમકી,પત્રમાં લખ્યું કે….
‘દબંગ 4’
વર્ષ 2010માં સલમાને દબંગ ફિલ્મથી લોકોને ચુલબુલ પાંડે સાથે મળાવ્યા હતા. અત્યાર સુધીમાં આ દબંગ ફેન્ચાઈઝીની 3 ફિલ્મો રીલિઝ થઈ ચુકી છે. ફિલ્મ દબંગ 3માં જ હિંટ આપવામાં આવી હતી કે આ ફેન્ચાઈઝીની ચોથી પણ આવશે. આ ફિલ્મને લઈને કોઈ વધારે અપડેટ સામે નથી આવી. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ તિગ્માંશુ ધુલિયા બનાવવાના હતા, પરંતુ સલમાનને સ્ક્રિપ્ટ પસંદના આવતા આ ફિલ્મ થોડી મોડી આવી શકે છે.
આ પણ વાંચો: સુનીલ શેટ્ટીનો પુત્ર ફરી ચર્ચામાં, કારણ છે દુઃખદ
‘કિક 2’
સલમાન અને જેક્લિનની ફિલ્મ કિલ 2014માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મની સિકવલ પણ જોવા મળશે તેની જાહેરાત પણ 2014માં જ કરી દેવામાં આવી હતી, પરંતુ એટલા વર્ષો થઈ પછી પણ ફિલ્મને લઈને કોઈ માહિતી મળી શકી ન હતી. અંતે થોડા સમય પહેલા ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને સલમાનને પસંદ પણ આવી છે. બહું જ જલદી આ ફિલ્મ પર કામ શરૂ થઈ જશે.