July 20, 2024

પરસેવાના કારણે વાળમાં ચીકાશ થાય છે? બસ આ કરો

sticky Hair: ઉનાળો આવતાની સાથે અનેક પ્રકારની સાવધાની આપણ શરીર માટે રાખવી પડે છે. તેમાં પણ ખાસ કરીને વાળ અન ત્વચાની કાળજી ખુબ રાખવી પડે છે. ગરમીના કારણે વાળ ચીકણા થઈ જાય છે અને પછી તેમા ખંજવાળ આવવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આ સમસ્યાથી દુર રહેશો.

વાળ સુંદર અને ચમકદાર રહેશે
કોઈ પણ માણસની સુંદરતામાં વધારો ચહેરો અને વાળ કરે છે. તેના કારણે જ લોકો ચહેરા અને વાળ માટે પૈસા ભાંગે છે. આપણી જીવનશૈલી અને હવામાન વાળને નુકશાન પહોંચાડે છે. ઉનાળો આવતાની સાથે તીવ્ર સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે વાળ ચીકણા, ખંજવાળ અને રફ થઈ જતા હોય છે. આવું થવાના કારણે વાળ ઝડપથી ખરે છે અને રફ પણ બની જાય છે. ઉનાળો આવતાની સાથે યોગ્ય વાળની કાળજી લેવી જરૂરી છે. જેનાથી તમારા વાળ સુંદર અને ચમકદાર રહેશે.

આ પણ વાંચો: ભારે ગરમીથી ત્વચાને કેવી રીતે બચાવશો? આ ટિપ્સને કરો ફોલો

યોગ્ય પોષણ આપો
આજના સમયમાં લોકો વાળની સંભાળ લેવાનું ભૂલી જાય છે. રોજ ધ્યાન આપતા નથી અને એકસાથે ટ્રીટમેન્ટ કરાવે છે. તમે ઉનાળામાં તમારે રાત્રે સૂતા પહેલા વાળમાં એલોવેરા જેલ મિક્સ કરીને ગુલાબજળ લગાવવું જોઈએ. તેમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ માસ્કના કારણે તમારા વાળની સુંદરતા વધી જશે. તમારે અઠવાડિયામાં એક વખત ચોક્કસ દહીં લગાવવું પડશે.

ટુવાલ હીટિંગ
જો તમે સ્પા માટે ન જાવ તો તમે ઘરે પણ સ્પા કરી શકો છો. ઘરે તમારા વાળને ટોવેલ હીટિંગ કરીને તમારા વાળને ટ્રીટમેન્ટ આપી શકો છો. ટુવાલને ગરમ પાણીમાં પલાળી અને તેને તમારા વાળને ઢાંકી દો. આ રીતે પોષક તત્વો માથાની ચામડી સુધી પહોંચે છે. જેની સીધી અસર તમારા વાળ પર પડે છે.

કન્ડિશનિંગ લગાવો
ઉનાળામાં વાળનું કન્ડિશનિંગ પણ ખુબ જરૂરી છે. તમે વાળની ​​ડીપ કન્ડીશનીંગ માટે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા વાળમાં દૂધ લગાવો. તેલની જેમ તેને લગાવો. થોડી વાર પછી તેને ધોઈ લો. જેના કારણે તમારા વાળ સુંદર થઈ જશે