November 6, 2024

કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા

Gujarat Weather update banaskantha unseasonal rain

ફાઇલ તસવીર

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં રાખેલા અનાજની બોરીઓને સાચવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. બટાકા તેમજ રવીપાકની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક બગડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. ત્યારે આગામી 1થી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડે તેવી શક્યતાઓ છે. ત્યારે

ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. ત્યારબાદ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 1થી 3 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડશે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને કારણે કમોસમી માવઠાની શક્યતાઓ છે. ત્યારે પહેલી માર્ચે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા
1લી માર્ચે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી માર્ચે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં માવઠું થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે.

સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે
આ દિવસો દરમિયાન પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે. જેમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે.

કમોસમી વરસાદી શક્યતાઃ અંબાલાલ પટેલ
તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું પડશે તેવી આગાહી કરી છે. ત્યારે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.