સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 5 બેઠક પર બિનહરીફ જીત્યું, બોટાદમાં 4 તો તાપીમાં 1 સીટ કબ્જે

બોટાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ હતો. ત્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલાં જ બીજેપીએ ખાતું ખોલી નાંખ્યું છે. વોર્ડ નંબર 7ના બીજેપીના 4 ઉમેદવારો બિનહરીફ વિજય થયા છે.

વોર્ડ નંબર 7માં બીજેપી ઉમેદવાર સામે ફોર્મ ન ભરાતા ઉમેદવારો બિનહરીફ જીતી ગયા. બોટાદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલાં 44 બેઠકમાંથી ચાર બેઠકો બીજેપીના ખાતામાં આવી ગઈ છે.

બિનહરીફ ઉમેદવારોના નામ

  • સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ.
  • રૂપલબેન સંદીપભાઈ જોશી.
  • ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા.
  • અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસીયા.

તો બીજી તરફ તાપીમાં પણ BJPએ ખાતું ખોલ્યું છે. નિઝર તાલુકા પંચાયતની બે બેઠક પૈકી એક બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે. તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ પક્ષ સિવાય કોઈએ ફોર્મ ન ભરતા બિનહરીફ વિજય થયો છે. સોનગઢ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક માટે કુલ 76 ફોર્મ ભરાયા છે. તો નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પક્ષના માત્ર ત્રણ ઉમેદવાર જ ફોર્મ ભરી શક્યા છે. અલગ અલગ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.