રાજ્યમાં પવનોની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત, નલિયા બન્યું ઠંડુગાર શહેર

Weather Update: સતત બે દિવસ ઠંડા પવન ફૂંકાયા બાદ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહક મળી છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ત્યારે નલિયા 11 ડિગ્રીએ ઠંડુગાર શહેર છે, તો અમદાવાદમાં 16.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
છેલ્લા બે દિવસમાં રાજ્યમાં સતત ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. સાથે જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. જ્યારે હવે પવનોની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. નલિયા 11 ડિગ્રીએ ઠંડુગાર શહેર છે. તો અમદાવાદ 16.1 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી, રાજકોટ 16.2 ડિગ્રી, ભાવનગર 15.1 ડિગ્રી, અમરેલી 16.5 ડિગ્રી, કેશોદ 15.7 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી અને મહુવા 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે જામનગરના દેવ ગ્રુપ પર IT વિભાગની તવાઈ, મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતાઓ