ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલે વેબ પોર્ટલ લોન્ચ કર્યું

Gujarat Real Estate Appellate: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. અપીલ કરવાની કાર્યવાહી ઓનલાઈન થતાં હવે સંબંધિત પક્ષકારોને ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવવામાંથી મુક્તિ મળશે. અપીલ-ફી ભરવા સહિતની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે. નરેન્દ્ર મોદીનો ડિજિટલ ભારત અને ટ્રાન્સપેરન્સી ઈન ગવર્નન્સનો અભિગમ ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલે સાકાર કર્યો છે.
આ પણ વાંચો: આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, EVM મશીન વિતરણની કામગીરી કરાઈ
આ થશે ફાયદો
રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં, (1) અપીલ ફાઇલિંગ અને નોંધણી, (2) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, (3) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, (4) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (Limitation Calculation and Delay Condonation Application), (5) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ, (6) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી, (7) સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, (8) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, (9 ) દૈનિક યાદી (Daily Cause List), (10) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (11) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (12) ચેતવણીની સૂચના (Caveat), (13) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA), (14) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), (15) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, (16) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, (17) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.