October 11, 2024

હવામાન વિભાગની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદર કલેક્ટરે ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લાની શાળા-કોલેજમાં રજા આપવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.