October 13, 2024

હવામાન વિભાગની આગાહી, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેર કરી રહ્યા છે. તેવા સમયે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરી છે. પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 48 જળાશયો સંપૂર્ણ ભરાયા, 9 ડેમમાં 90 ટકા પાણી ભરાતા એલર્ટ

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે.

નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓફશૉર ટ્રફ અને લો પ્રેસર સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં 66.35 ટકા વરસાદ નોંધાયો છે.