ગુજરાત પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા 7612 લોકોની યાદી તૈયાર કરી, હવે કડક કાર્યવાહી ચાલુ

ગાંધીનગરઃ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તાજેતરમાં ગુજરાતના તમામ જિલ્લા પોલીસ વડાને તેમના જિલ્લામાં ગુનાહિત કામ કરતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર 100 કલાકનો સમય આપ્યો હતો. ત્યારે આ પ્રકારના ગુનાહિત પ્રવૃતિઓ કરતા શખ્સોની યાદી તૈયાર કરી છે.

ગુજરાત પોલીસે કુલ 7612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. તેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુના કરનારા લોકો, 958 મિલકત સંબંધી ગુનાહિત પ્રવૃતિ ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરી છે. આ ઉપરાંત 179 માઈની અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સોની યાદી બનાવવામાં આવી છે. પોલીસે અસમાજિક તત્વો સામે નજર રાખી ગેરકાયદેસર દબાણો, વીજ જોડાણ અને અનઅધિકૃત નાણાંકીય વ્યવહારની તપાસ કરાશે.

અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, બરોડમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 લોકો સામે પાસા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 10 શખ્સો વિરુદ્ધ હદપારી કરી છે. 724 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. 81 વીજ ચોરી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. આગામી સમયમાં આશરે 100 પાસા અને 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન, 225 ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે. કોમ્બિંગ, નાઈટ પેટ્રોલિંગ, રેઇડ, વાહન ચેકિંગ, ગુનેગાર જમીન શરતભંગ હોય તેવાં કિસ્સામાં જામીન રદ કરવામાં આવશે.