March 18, 2025

જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું , મતદારોની લાગી લાઇન

Jetpur: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારે હવે જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. ત્યારે જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં ર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 8માં EVM ખોટવાયું હોવાની ઘટના સામે આવી છે. EVM મશીન ખોટવાતા મતદારોની લાઇન લાગી છે.

આ પણ વાંચો: બોટાદ નગરપાલીકાની ચૂંટણીમાં વરરાજો મતદાન કરવા પહોંચ્યો, વાજતે ગાજતે વરરાજા મતદાન કર્યુ

નોંધનીય છે કે, તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જેમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.