March 26, 2025

Gujarat Local Body Elections: શિહોર નગરપાલિકામાં અપક્ષની 2 બેઠક પર જીત, આપના ફાળે 1 બેઠક

Gujarat Local Body Election 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેના પરિણામ જાહેર થવાના છે. ગુજરાતમાં 68 નગરપાલિકા સહિત તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 56.60 ટકા મતદાન થયું હતું. વર્ષ 2018 કરતાં વોટિંગમાં 8.4 ટકાનો ઘટાડો થયો હતો. 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક પર બિનહરીફ જીત થઈ છે. તેમાં ભાજપે 162 સીટ, કોંગ્રેસે 1 સીટ અને અન્ય 4 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું.

LIVE Update:

 

  • શિહોર નગરપાલિકામાં અપક્ષની 2 બેઠક પર જીત, આપના ફાળે 1 બેઠક.
  • શિહોર નગરપાલિકામાં ભાજપનો 25 બેઠક પર વિજેતા, કોંગ્રેસની 8 બેઠક પર જીત.
  • ઝાલોદ નગરપાલિકામાં બીજેપીની 17 બેઠક પર જીત, અપક્ષ 11 બેઠક પર વિજેતા.
  • દેવગઢ બારિયામાં કોંગ્રેસેની 3 બેઠક પર જીત, અપક્ષના ફાળે 8 બેઠક.
  • દેવગઢ બારિયામાં ભાજપની 13 બેઠક પર વિજય.
  • પાળીયાદ જિલ્લા પંચાયત અને માલણપુર, તુરખા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
  • ઝાલોદ નગરપાલિકામાં બીજેપીની 17 બેઠક પર જીત, અપક્ષ 11 બેઠક પર વિજેતા.
  • ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસની 7 બેઠક પર જીત અને આપની 3 બેઠક પર વિજય.
  • ગઢડા નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 18 બેઠક પર ભાજપની જીત, 10 બેઠક પર કોંગ્રેસ વિજેતા
  • પાળીયાદ જિલ્લા પંચાયત અને માલણપુર, તુરખા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
  • તળાજા નગરપાલિકામાં ભાજપની 17 બેઠક પર વિજય, કોંગ્રેસની 11 બેઠક પર જીત
  • કોંગ્રેસની 4 બેઠક પર જીત અને આપની 3 બેઠક પર વિજય.
  • ગારીયાધાર નગરપાલિકામાં ભાજપની 17 બેઠક પર વિજય.
  • ઝાલોદ નગરપાલિકામાં ભાજપે 17 બેઠકો જીતી.
  • અપક્ષને 11 તો કોંગ્રેસને એકપણ બેઠક ન મળી.
  • ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીએ વિજય મેળવ્યો.
  • થાન નગરપાલિકામાં સાત વોર્ડની 28 બેઠકમાંથી 25 પર ભાજપની જીત.
  • વાંકાનેર નગરપાલિકાની 28માંથી 21 બેઠક પર ભાજપ, કોંગ્રસ 5 બેઠક પર, આપ અને અપક્ષના ફાળે 1-1 બેઠક.
  • હળવદ નગરપાલિકાની 28માંથી 27 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસે 1 સીટ જીતી.
  • જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો.
  • જુવાનપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત.
  • ખંભાળિયાના ભરાણા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત.
  • દ્વારકા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 28 બેઠકો પર ભાજપનો વિજય.
  • ભાણવડ નગરપાલિકામાં 24માંથી 21 બેઠક પર ભાજપ અને 3 પર કોંગ્રેસની જીત.
  • સલાયા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 15 પર કોંગ્રેસ અને 13 પર આમ આદમી પાર્ટીની જીત.
  • નર્મદા જિલ્લામાં સાગબારાની ભાદોડ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત.
  • દેડીયાપાડાની ઝાંક તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય.
  • ખેડાના કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 બેઠક પર, કોંગ્રેસની 6 અને અપક્ષની 2 સીટ પર જીત થઈ.
  • આણંદની બોરિયાવી નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત, ભાજપે 15, કોંગ્રેસે 6 અને અપક્ષે 3 બેઠક જીતી.
  • ગારિયાધાર નગરપાલિકામાં ભાજપે 17 બેઠક, કોંગ્રેસે 4 અને આમ આદમી પાર્ટીએ 3 બેઠક જીતી.
  • તળાજા નગરપાલિકામાં ભાજપે 17 તો કોંગ્રેસે 11 બેઠક જીતી.
  • ખેડા નગરપાલિકાની 28 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપ, કોંગ્રેસની 1 અને 13 બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત.
  • મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય.
  • તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં નિઝરની શાલે અને કૂકરમુંડાની ફૂલવાડી બેઠક પર ભાજપની જીત.
  • સોનગઢ નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપની 26 અને કોંગ્રેસની 2 બેઠક પર જીત.
  • મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટ સાથે સમર્થકોની ઉજવણી.
  • ગાંધીનગર તાલુકા પંચાયતની 28માંથી 19 બેઠકોનું પરિણામ જાહેર, 12 બેઠક પર BJPની જીત, 7 બેઠક કોંગ્રેસના ફાળે.
  • બીલીમોરા નગરપાલિકામાં 36માંથી BJPની 26 બેઠક પર જીત, કોંગ્રેસની 2 બેઠક અને અપક્ષની 4 બેઠક પર જીત.
  • ગઢડા નગરપાલિકાની 28 બેઠકમાંથી 18 બેઠક પર ભાજપની જીત, 10 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય.
  • કરજણ નગરપાલિકામાં 28માંથી 23 બેઠક પર BJPની જીત, આમ આદમી પાર્ટીએ 4 અને અન્ય ઉમેદવારે એક બેઠક જીતી.
  • રાપર નગરપાલિકાની 21 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસે 7 બેઠક મેળવી કારમી હારનો સામનો કરવો પડ્યો.
  • કુતિયાણા પાલિકા સમાજવાદી પાર્ટીએ ભાજપ પાસેથી છીનવી, કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર BJPની જીત.
  • જામનગરની કાલાવડ નગરપાલિકામાં 28માંથી 26 બેઠક પર BJPની જીત, 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય.
  • ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં 2 પર ભાજપ 1 પર કોંગ્રેસનો વિજય.
  • જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 32 બેઠક પર BJP, કોંગ્રેસનો 1 અને અપક્ષના 11 ઉમેદવારની જીત.
  • થાન નગરપાલિકાની વોર્ડ નંબર 4ની બેઠક પર બસપાનો 3 અને ભાજપનો 1 બેઠક પર વિજય.
  • અમરેલી જિલ્લામાં લેટરકાંડની કોઈ અસર નહીં, ભાજપનો ચારે તરફ ભગવો લહેરાયો.
  • અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકામાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલ્યુંઃ MLA
  • ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસ બેઠી થઈ, વોર્ડ 5માં ચારેય ઉમેદવારની જીત, કુલ 8 બેઠક પર કોંગ્રેસની જીત, 12 બેઠક BJPના ખાતામાં.
  • તલોદ નગરપાલિકામાં 24 બેઠકમાંથી 22 બેઠક પર ભાજપનો વિજય, એક બેઠક ઉપર અપક્ષ તો એક બેઠક કોંગ્રેસ જીત્યું.
  • જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 27 બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીનો એક બેઠક પર વિજય.
  • દ્વારકા નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય.
  • ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં BJPને ક્લિનચીટ, તમામ 28 બેઠકો પર બીજેપીના ઉમેદવારોની જીત.
  • શિનોર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં સાધલી 2 બેઠક પર BJPની જીત.
  • અમરેલી-રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 4માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય.
  • સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 5માં ચાર બેઠક પર ભાજપની જીત.
  • ચકલાસી નગરપાલિકામાં જીતના ઉન્માદમાં આચારસંહિતાનો ભંગ, વિજેતા ઉમેદવારના સમર્થકો દ્વારા રૂપિયાના બેન્ડલ ઉડાડ્યાં
  • દ્વારકા નગરપાલિકા વોર્ડ 2માં BJPના 4 સભ્યોનો વિજય.
  • ચલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં BJPના ચારેય ઉમેદવારનો વિજય.
  • પારડી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 2માં BJPની પેનલના 4 ઉમેદવારનો વિજય.
  • ઉમરપાડા-ધાણાવડ તાલુકા પંચાયતની બેઠક પર BJPના ઉમેદવાર દીપિકબેન વસાવાની 1094 મતથી જીત.
  • કલ્યાણપુરની જુવાનપુર તાલુકા પંચાયત બેઠક પર BJPનો ભવ્ય વિજય.
  • હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં BJPના 2 ઉમેદવાર વિજેતા.
  • જૂનાગઢ-ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં BJPની પેનલનો વિજય.
  • દ્વારકા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર BJPનો વિજય.
  • પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય.
  • બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં BJPના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારની જીત.
  • દાહોદની ધાવડીયા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય.
  • લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં એક કોંગ્રેસ અને 3 બીજેપીના ઉમેદવાર વિજેતા.
  • રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની 4 બેઠક પર BJPના ઉમેદવાર વિજેતા.
  • ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક ઉપર ભાજપના દક્ષાબેન મકવાણાનો વિજય, રાયપુર બેઠક પર ભાજપના લાલજી ડાભીની જીત.
  • કરજણ નગરપાલિકા વોર્ડ 1માં BJPના ચાર ઉમેદવારો વિજય થયો.
  • અમરેલી -રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય.
  • પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં બીજેપીના ચારેય ઉમેદવારોની જીત.
  • ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નં 1માં BJPના ચારેય ઉમેદવારની જીત.
  • તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં BJPના ચારેય ઉમેદવારોની જીત.
  • સોનગઢ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 ચાર બેઠક પર ભાજપ વિજય.
  • ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નં ૧ – ભાજપના ચારેય ઉમેદવારો વિજય.
  • થાન નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની બેઠક પર BJP પેનલનો વિજય.
  • કોડીનાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં બીજેપીના ચારેય ઉમેદવાર વિજેતા.
  • જૂનાગઢમાં વોર્ડ નં ૧ – ભાજપના ચારેય ઉમેદવારો વિજય.
  • સાણંદ નગરપાલિકામાં વોર્ડ નં.1ની તમામ બેઠક પર ભાજપની જીત

કઈ નગરપાલિકામાં કેટલું મતદાન થયું?

પ્રાંતિજ નગરપાલિકા – 64.57%
તલોદ નગરપાલિકા – 68.85%
ખેડબ્રહ્મા નગરપાલિકા – 62.78%
મહેમદાવાદ નગરપાલિકા – 58.25%
ડાકોર નગરપાલિકા – 55.58%
ચકલાસી નગરપાલિકા – 77.29%
મહુધા નગરપાલિકા – 64.94%
ખેડા નગરપાલિકા – 64.42%
રાણાવાવ નગરપાલિકા – 46.69%
કુતિયાણા નગરપાલિકા – 57.30%
લાઠી નગરપાલિકા – 57.66 %
જાફરાબાદ નગરપાલિકા – 66.60 %
રાજુલા નગરપાલિકા – 50.75 %
ચલાલા નગરપાલિકા – 54.47%
જસદણ નગરપાલિકા – 46.91 %
જેતપુર નવાગઢ નગરપાલિકા – 47.83 %
ધોરાજી નગરપાલિકા – 47.16 %
ભાયાવદર નગરપાલિકા – 56.94 %
ઉપલેટા નગરપાલિકા – 49.56 %

કઈ તાલુકા પંચાયતમાં કેટલું મતદાન થયું?

કપડવંજ તાલુકા પંચાયત – 60.67%
કઠલાલ તાલુકા પંચાયત – 61.03%
રાજકોટ તાલુકા પંચાયત – 44.12 %