સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું વોટિંગ થયું

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 68 નગરપાલિકા સહિત તાલુકા પંચાયત માટે મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા માટે પણ મતદાન યોજાયું હતું.
વર્ષ 2018 કરતાં વોટિંગમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
કઈ નગરપાલિકામાં કેટલું મતદાન થયું?
પ્રાંતિજ નગરપાલિકા – 64.57%
તલોદ નગરપાલિકા – 68.85%
ખેડબ્રહ્મા નગરપાલિકા – 62.78%
મહેમદાવાદ નગરપાલિકા – 58.25%
ડાકોર નગરપાલિકા – 55.58%
ચકલાસી નગરપાલિકા – 77.29%
મહુધા નગરપાલિકા – 64.94%
ખેડા નગરપાલિકા – 64.42%
રાણાવાવ નગરપાલિકા – 46.69%
કુતિયાણા નગરપાલિકા – 57.30%
લાઠી નગરપાલિકા – 57.66 %
જાફરાબાદ નગરપાલિકા – 66.60 %
રાજુલા નગરપાલિકા – 50.75 %
ચલાલા નગરપાલિકા – 54.47%
જસદણ નગરપાલિકા – 46.91 %
જેતપુર નવાગઢ નગરપાલિકા – 47.83 %
ધોરાજી નગરપાલિકા – 47.16 %
ભાયાવદર નગરપાલિકા – 56.94 %
ઉપલેટા નગરપાલિકા – 49.56 %
કઈ તાલુકા પંચાયતમાં કેટલું મતદાન થયું?
કપડવંજ તાલુકા પંચાયત – 60.67%
કઠલાલ તાલુકા પંચાયત – 61.03%
રાજકોટ તાલુકા પંચાયત – 44.12 %