October 4, 2024

નવસારીના દેવધામાં મંદિર પાણીમાં ગરકાવ, અંબિકા નદીનું જળસ્તર વધતા ગામ બેટમાં ફેરવાયું

નવસારીઃ જિલ્લાના દેવધા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. અંબિકા નદીનું જળસ્તર વધતા દેવધા ગામ બેટમાં ફેરવાયું છે. દેવધા ગામમાં આવેલા દેસાઈ ફળિયા સહિત તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે. ગામમાં આવેલા તમામ ફળિયા અને ઘરોમાં પાણી ભરાયા છે. અનેક લોકો પ્રભાવિત થતા વહીવટી તંત્રની મદદ ન પહોંચી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચોઃ વલસાડમાં ભાર વરસાદ, ભાગડાખોદ ગામ 24 કલાકથી સંપર્કવિહોણું

નવસારી જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. અંબિકા નદીની સપાટી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને પડી રહેલા વરસાદને પગલે સપાટી હજુ વધવાની શક્યતાઓને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ થયું છે. અંબિકા કાંઠાના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે સપાટી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે લોકોને સહકાર માટેની અપીલ કરવામાં આવી છે.

બીલીમોરાના 14 ગામોમાં એલર્ટ
બીલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાવેરીના જળસ્તર વધવાના કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. 14 જેટલા ગામો પ્રભાવિત થયા છે. કાવેરી કાંઠાના ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. કોસ્ટલ હાઇવે પર પણ પાણી પરિવર્તન માર્ગ બંધ થયો છે અને લોકો ચકરાવો ખાવા મજબૂર બન્યા છે.