December 11, 2024

છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં 5 ઇંચ

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાંથી રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 127 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ પાટણ તાલુકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત સરસ્વતીમાં સાડા 4 ઈંચ, અબડાસામાં સવા 4 ઈંચ, વિસનગરમાં 4 ઈંચ, જોટાણામાં સવા 3 ઈંચ, ખેરાલુ અને મહેસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાભર અને બેચરાજીમાં પોણા 3 ઈંચ વરસાદ, રાધનપુરમાં પોણા 3 ઈંચ, સાંતલપુર અને લાખણીમાં અઢી ઈંચ, માંડવી (કચ્છ) માં અઢી ઈંચ, ચાણસ્મામાં સવા 2 ઈંચ વરસાદ, અંજાર અને સિધ્ધપુરમાં સવા 2 ઈંચ, વડનગરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

દેત્રોજ – રામપુરા, ઉમરપાડા, હારીજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયા, ભચાઉં, સતલાસણામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં પોણા 2 ઈંચ, કડીમાં પોણા 2 ઈંચ વરસાદ તો ગાંધીધામ, ખેડા, સમીમાં દોઢ ઈંચ, કાલાવાડમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.