લોકશાહીના મંદિરમાં ગુજરાત સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે: અમિત ચાવડા
ગાંધીનગર: ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અન્ય કોંગી ધારાસભ્યો સાથે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજ્ય સરકાર પર બહુમતીના જોરે કોંગ્રેસના દેખાવ કરનારા તમામ સભ્યોને બહાર કરી દેવાયાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્ર્નોમાં કોંગ્રેસના સભ્યોના પ્રશ્નો નથી, રાજ્ય સરકારે કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન નથી લીધો. ગૃહમાં બીજેપીના સભ્યોના પ્રશ્નો દાખલ થાય છે પરતું કોંગ્રેસના સભ્ ના પ્રશ્નો લેવાતા નથી.
વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ દ્વારા વોક આઉટ કર્યા બાદ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી નિવેદન આપ્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ચાચાર ચાલી રહ્યો છે એટલે સરકાર પ્રશ્નોથી ભાગી રહી છે. રાજકોટ અગ્નીકાંડ, સાયકલ ખરીદી હોય કે આદિવાસી હત્યા હોય કોઈ પીડિતને ન્યાય મળતો નથી.
विधानसभा में @INCGujarat के साथी विधायकगण के साथ वॉकआउट । pic.twitter.com/nSt8pGNJkw
— Amit Chavda (@AmitChavdaINC) August 22, 2024
રાજ્યમાં ભાજપની સરકારમાં અધ્યક્ષ કચેરીમાં પ્રશ્ન લખાય અને મંત્રી જવાબ આપવાની ના પાડે છે. પ્રજાની પીડા વિપક્ષ રજૂ ના કરે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં વિપક્ષના MLAને બોલવાની તક આપતા નથી. લોકશાહીના મંદિરમાં સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે, અગાઉ પત્ર લખી સત્ર 21 દિવસ પહેલા જાહેરાત કરવાની વાત કરી હતી પરંતુ થોડા દિવસ પહેલા જ સત્ર જાહેરાત કરી છે. રાજ્યમાં 200 વર્ષથી ભાજપની સરકાર છે અને આ દરમિયાન રાજ્યમાં ગેરવહીવટ ચાલી રહ્યો છે. ચોર જ કોટવાળને દંડે તેવી સ્થતિ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મોટા પાયે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે.
આ પણ વાંચો: રોનાલ્ડોનો નવો રેકોર્ડ, યુટ્યુબ ચેનલ લોન્ચ કરતાં જ મળ્યા 10 લાખ સબસ્ક્રાઇબર્સ
વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી કચેરી, નકલી MLA અને નકલી ટોલ ટેક્ષ પકડાય છે. હવે તો કલેક્ટરના નકલી સહીવાળા ઓર્ડર પણ મળ્યા છે પણ ચર્ચા કરવી નથી. આ બધા નકલી પ્રકરણમાં ભાજપના મળતિયા જ બહાર જ આવે છે. અમે વિધાનસભા ગૃહમાં હતા ત્યારે અમારે જે પ્રશ્નો પૂછવાના હતા તે પૂછવા દેવામાં આવ્યા નહીં માટે અમે તેના બેનરો લઈ બતાવતા હતા. પ્રશ્નો ના પૂછવા દઈને રાજ્યમાં ભાજપની સરકાર લોકશાહી હત્યા કરી છે.