November 3, 2024

ગુજરાત સરકારનો વિમાન રિપેરિંગનો ખર્ચ 58.51 કરોડ…

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા સરકારેને તેમની છેલ્લા બે વર્ષની કામગીરી અંગે અલગ અલગ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. જેની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજે વિધાનસભામાં ધારાસભ્ય અરવીદ લાડણી, હેમંત આહિર અને જીજ્ઞેશ મેવાણીએ સવાલો કર્યા હતા. જેમાં સરકારે 2022-23માં કરેલા ખર્ચની માહિતી આપી હતી.

સરકારી માલિકાના પ્લેન પાછળ કેટલો ખર્ચ
માણાવદરના ધારાસભ્ય અરવીદ લાડણીએ સદનમાં પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં રાજ્યના ઉડ્ડયન મંત્રી જવાબ આપ્યો કે, 197.90 કરોડમાં વિમાનની ખરીદી કરવામાં આવી છે. વિમાનના મેન્ટેનેસ પાછળ 2 વર્ષમાં 2.79 કરોડનો ખર્ચે કરેલ છે. આ ઉપરાંત ઓપરેશન હેઠળ 16.26 કરોડનો ખર્ચ કરેલ છે. સુરક્ષાની દ્રષ્ટિએ એજન્સીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

પછાત વર્ગના સામાજિક અને આર્થિક વિકાસ માટે
વિધાનસભા ગૃહમાં જામ જોધપુરના ધારાસભ્ય હેમંત આહિરે પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં પછાત વર્ગના સામાજિક અને આર્થિક વિકાસ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. તેના જવાબમાં સામાજિક ન્યાય અધિકારના મંત્રીએ જવાબ આપ્યો કે, છેલ્લા 2 વર્ષમાં કુલ 234232.27 લાખ રૂ.ની બજેટમાં જોગવાઈ હતી. જેમાંથી કુલ 234251.91 લાખ રૂપિયાની રકમ વપરાઈ છે. છેલ્લા બે વર્ષમાં કુલ 8266.44 લાખ રૂપિયા વણ વપરાયેલા છે. આ રકમ કોવિડ હોવાના કારણે નથી વપરાઈ હોવાનું સરકારે જણાવ્યું હતું.

વિદેશ અભ્યાસ માટે બજેટમાં જોગવાઈ
કોંગ્રેસના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સદનમાં સવાલ કર્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે બજેટમાં કરાયેલી જોગવાઈમાંથી કેટલી રકમનો ઉપયોગ થયો છે?. જેના જવાબમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીએ માહિતી આપી કે, વર્ષ 2022-23માં કુલ 9000 લાખ રુપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2023 -24માં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 11000 લાખ રૂપિયાની જોગવાઈ થઈ હતી. વર્ષ 2022-2023માં 600 વિદ્યાર્થીઓને 9000.00 લાખની રકમની લોન સહાય કરાઈ છે. વર્ષ 2023-24 માં 733 વિધાર્થીઓને 10985.61 લાખના ખર્ચે લોનની સહાય આપી છે. વર્ષ 2023 – 24 પ્રમાણે બજેટની કુલ 14 લાખ 39 હજાર રૂપિયા વણ વપરાયેલ છે.