November 11, 2024

કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલ ખસેડાયા

રાઘવજી - NEWSCAPITAL

જામનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોડી રાત્રે તબિયથ લથડતા સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તબિયત વધુ લથડતા તેમેન તાત્કાલિક રિલાયન્સની એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મંત્રી રાઘવજી પટેલને હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટની સિનર્જી હોસ્પિટલ લઈ જવાયા

મળતી માહિતી અનુસાર, રાઘવજી પટેલની મોડી રાત્રે અચાનક તબિયથ લથડતા સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ તેમણે વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમણે બ્રેઈન સ્ટ્રોક હોવાનું નિદાન કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલ હાલ તબીબોની દેખરેખ હેઠળ ICUમાં દાખલ છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. ન્યૂરોસર્જન ડૉ. સંજય ટીલાળા રાઘવજી પટેલની સારવાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મંત્રી રાઘવજી પટેલના સ્વાસ્થ્યને લઈને ડોક્ટર સાથે વાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને ગત વર્ષે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગત વર્ષે 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીકની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી અને બાદમાં એર એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરીથી તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે

બ્રેઈન સ્ટ્રોકના મુખ્ય કારણો

બ્રેઈન સ્ટ્રોકના મુખ્ય કારણો વધુ પડતો સ્ટ્રેસ અને વધુ પડતું કોલેસ્ટ્રોલ છે. નસોમાં ચરબી જામી જવાને લીધે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. જેનાથી બ્લડ ક્લૉટ થાય છે, અને આગળ જતાં બ્રેઈન સ્ટ્રોકનું કારણ બને છે. જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ન થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે જેના કારણે બ્રેઈન સ્ટ્રોક થાય છે. આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે, જેને બ્રેઈન હેમ્રેજ કહેવામાં આવે છે, જેને બ્રેઈન એટેક પણ કહેવાય છે. ઘણીવાર બ્રેઈન સ્ટ્રોક જીવલેણ પણ સાબિત થઇ શકે છે.