November 10, 2024

ગુજરાત માથેથી ‘અસના’ વાવાઝોડાનો ખતરો ટળ્યો, પાકિસ્તાન તરફ ફંટાયું

ગાંધીનગરઃ ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે. ચક્રવાત હાલ 240 કિમી ભુજથી આગળ છે. ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફ 160 કિમી દૂર છે. ‘અસના’ નામનાં આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં, પણ દુર્લભ ગણાવાયું હતું.

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, ‘કચ્છ , દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લામાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.’

1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સમુદ્રી બંદરો ઉપર LC 3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે સામાન્ય કરતા અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આજે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.