November 11, 2024

15 ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવાનો નિર્ણય અયોગ્યઃ શક્તિસિંહ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ ફિશિંગ બંધના નિર્ણને શક્તિસિંહ ગોહિલે અયોગ્ય ગણાવ્યો છે. સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરી મુખ્યમંત્રીને વિનંતી કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલને X પર પોસ્ટ કરી માછીમારોને દરિયામાં જવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે, કોઈ માછીમારો સાથે ચર્ચા કર્યા વિના અને જેના કારણે માછીમારોને આર્થિક નુકશાનમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખરાબ હોવાથી સરકારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


શક્તિસિંહ ગોહિલની સરકારને વિનંતી

આપને વિનંતી છે કે નીચેના મુદ્દાઓને ધ્યાને લઈ તુરંત જ માછીમારોને દરિયામા જવાની મંજૂરી આપવામાં આવે .

– તા. 31/7/2024ના બપોરે 12 વાગ્યે ફિશરીઝ કમિશનરનો પરિપત્ર આવે છે કે તા. 1, 2 અને 3 ઓગસ્ટના રોજ હવામાન ખરાબ છે તો ફિશિંગમાં જવા ટોકન મળશે નહિ અને સાંજે 7 વાગ્યે વોટસએપ પર પરિપત્ર આવે છે કે 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ફિશરીઝ એક્ટ 2003ના નિયમમાં કેબિનેટ અચાનક નિયમ સુધારી દેવામાં આવે છે. કોઈ માછીમારો સાથે ચર્ચા કર્યા વિના અને જેના કારણે માછીમારોને આર્થિક નુકશાનમાં ધકેલી દેવામાં આવ્યા છે.

– માછીમારી સિઝન આગલા દિવસે ચાલુ થવાની હતી અને ટોકન રાત્રે 12 વાગ્યા પછી ચાલુ થવાના છે એમ માની માછીમારોએ પોતાની બોટમાં ડીઝલ, બરફ અને ખોરાકની વસ્તુઓ વગેરે બોટ પર રાખી દેવામાં આવ્યું હતું. જે બોટમાંથી કાઢી શકશે નહીં અને ખરાબ થશે.

– માછીમારી સિઝન 1 ઓગસ્ટે ચાલુ થવાની છે એમ માની 15/7ના રોજ વલસાડ, કોટડા, ઉના, દીવ, વેરાવળ, પોરબંદર, જામનગરના માછીમારો કચ્છના જખૌ પહોંચી ગયા એમ અલગ અલગ બંદરો પર બધા માછીમારો પહોંચી ગયા અને બીજા રાજ્યમાંથી ખલાસી, ટંડેલ કે મજૂરી કામ માટે આવતા પુરુષ અને મહિલાઓએ તો ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ અગાઉથી કરી લીધેલી હતી. હવે તેઓ ગુજરાત આવી ગયા પણ 15 દિવસ બેરોજગાર બેસવું પડશે.

– સિઝન ચાલુ થતાં પહેલાં માછીમારો પોતાના વેપારીઓ પાસેથી પૈસાનો ઉપાડ કરીને ડીઝલ, બરફ અને ખોરાક સમાન ખરીદી કરી હતી. હવે માછીમારો પાસેથી પહેલી ફિશિંગમાં પૈસા વસૂલ કરશે તો માછીમારો 15 દિવસ માછીમારી કરી નહીં તેનો ખર્ચ થયો તેના કારણે વેપારીને પૈસા ચૂકવી શકશે નહીં. જેના કારણે વેપારીઓ માછલીના યોગ્ય ભાવ આપશે નહીં.

– 12 નોટિકલ માઈલ સુધી જ ગુજરાત સરકારની જળસીમા છે તેના સિવાયના દરિયામાં માછીમારી થશે તેના માટે જવાબદાર કોણ ગણાશે?

– ગુજરાત સિવાય બીજા રાજ્યમાં 1 ઓગસ્ટના માછીમારી સિઝન શરૂ થઈ ગઈ છે તો બીજા રાજ્યના માછીમારો ગુજરાતના દરિયામાં માછીમારી કરશે તેના માટે જવાબદાર કોણ?

– બીજા રાજ્યમાં 60 દિવસ માછીમારી બંધ સિઝનમાં માછીમાર સમુદાય માટે ત્યાંની સરકાર દ્વારા યોજના ચાલુ છે, જ્યારે ગુજરાત માછીમારોને બંધ સિઝનમાં રાહત મળે તેવી કોઈ યોજના ચાલુ નથી.

– ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ 5 લાખ લોકો 15 દિવસ સુધી બેરોજગાર બનશે. માછલી પ્રોસેસ કંપની કે બરફના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ 15 દિવસ સુધી સાચવવા પડશે, જે આર્થિક ખર્ચ ઉઠાવવો પડશે.