December 11, 2024

ગુજરાત ATSએ સંયુક્ત રેડ કરી અલગ અલગ ચાર ફેક્ટરી પકડી, 13 શખ્સોની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ગુજરાત અને રાજસ્થાનમાં ચાર જગ્યા પર રેડ કરી ગુજરાત ATS અને NCBએ 230 કરોડની કિંમતનું 22 કિલો MD ડ્રગ્સ અને 124 લીટર MD ડ્રગ્સ લિક્વિડ મટીરીયલ કબજે કર્યું છે. આ જાન્યુઆરી મહિનામાં શરૂ થયેલી ડ્રગ્સની ફેકટરીઓમાંથી કેટલુક ડ્રગ્સ NCB અને ATS પહોંચે તે પહેલાં વેચાઇ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ડ્રગ્સ રેકેટના મુખ્ય આરોપી મનોહરલાલ ઐનાની તપાસ કરતા ડ્રગ્સનો મોટો કારોબાર સામે આવ્યો, આરોપી મનોહરલાલ ઐનાની વાપી જીઆઇડીસીમાંથી જે ફેકટરી માંથી ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરીયલ ખરીદતો હતો તે ફેકટરીમાંથી ગુજરાતના 2 અને રાજસ્થાનના જોધપુરનો એક પ્લાન્ટમાં પણ આ ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ સપ્લાય થતું હોવાનું સામે આવ્યું. જેના આધારે NCB અને ગુજરાત ATSએ સયુંકત રેડ કરી અલગ અલગ ચાર ફેકટરી પકડીને 13 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ATS અને NCB જોઈન્ટ ઓપરેશન કરેલી રેડની વિગત

  • રાજસ્થાનના સિરોહીના લોટીવાલા બડા ખાતે રેડ કરી 15 કિલો ગ્રામ MD ડ્રગ તથા 100 કિલો ગ્રામ લિક્વિડ એમડી કબજે કર્યું, જેમાં રંગારામ નરસારામ મેઘવાલ(શિરોહી રાજસ્થાન), બજરંગલાલ ધાનારામ બિસ્નોઈ(લીઆદ્રા,સાંચોર), નરેશ મણિલાલ મકવાણા(સાંણદ અમદાવાદ), કનૈયાલાલ ગોહિલ (સાંણદ અમદાવાદ) આ ચાર આરોપીની ધરપકડ કરી છે.
  • ગાંધીનગરના પીપળજ ખાતે મકાનમાં રેડ કરી હતી પાંચ લોકોની ધરપકડ કરી અને 500 ગ્રામ એમડી ડ્રગ અને 17 લીટર લિક્વિડ એમડી કબજે કર્યું છે. જેમાં કુલદીપસિંહ રાજપુરોહિત (તેવરી જોધપુર), રિતેશ દવે (ડીસા બનાસકાંઠા), હરીશ સોલંકી (મોગરાવાડી વલસાડ), દીપક સોલંકી(પાલી રાજસ્થાન), શિવ રત્ન અગ્રવાલ (જોધપુર) આ પાંચ લોકોની ધરપકડ કરી છે.
  • રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓશિયા ગામે કરેલી રેડમાં ડ્રગ્સ બનાવવાના મશીનો,કેમિકલ અને સામગ્રી પણ મળી આવી હતી જેમાં રામપ્રકાશ કેશુરામ(જોધપુર)ની ધરપકડ કરી હતી.
  • અમરેલીના ભક્તિનગરમાં મારુતિ કેમટેક ખાતે રેડ કરી સાડા 6.500 કિલો એમડી ડ્રગ્સ અને 4 લીટર લિક્વિડ એમડી કબજે કરી નિતીન કાબરીયા (ખારાવાડી અમરેલી અને કિરીટ માદલીયા (ભક્તિ નગર બાયપાસ અમરેલી) બે લોકોની ધરપકડ કરી.

ગુજરાત ATSએ બે મહિના અગાઉ મળેલી બાતમીના આધારે ડ્રગ્સ રેકેટના મુખ્ય આરોપી મનોહરલાલ એનાની અને કુલદીપસિંહ રાજપુહિત વોચ રાખી તપાસ કરતા ડ્રગ્સ બનાવટી ચાર ફેકટરીનાં કનેક્શન સામે આવતા એક સાથે કાર્યવાહી કરવામાં આવી. જેમાં મનોહરનો રાજસ્થાન શિરોહી ભીનમાલ ખાતે રેડ કરીને તપાસ કરતા દોઢ મહિનામાં 40 થી 50 કિલોની ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી તૈયાર કરી હતી. સાથે જ આરોપી કુલદીપની તપાસ કરતા તેણે ગાંધીનગરનાં પીપળજ, અમરેલીમાં અને રાજસ્થાનના જોધપુરના ઓશિયામાં પણ ડ્રગ્સ બનાવની ફેકટરી શરૂ કરી હતી.

જે ફેકટરી સંચાલક અને ડ્રગ્સ બનાવનારની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ડ્રગ્સ બનાવનાર માસ્ટર માઈન્ડ કનૈયાલાલ ગોહિલ હતો. જે રાજસ્થાનમાં બન્ને પ્લાન ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ કેસના મુખ્ય આરોપી મનોહરલાલ એનાની અને કુલદીપસિંહ રાજપુહિત બન્ને ડ્રગ્સ બનાવની અલગ અલગ ફેકટરીઓ ચલાવતા હતા. જોકે ગુજરાત ATSએ વાપીની એક કંપનીમાંથી જ્યાં ડ્રગ્સ બનવાનું રો-મટીરીયલ મળતું હતું તેની તપાસમાં ચાર ફેકટરીમાં માલ પહોંચ્યો હોવાની વિગત મળતા એક સાથે કાર્યવાહી કરી હતી.

ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ વાપી જીઆઈડીસી ફેકટરીમાંથી આવતું હતું. જે ટુ બ્રુરમેન ફોર પ્રોપ્યોફિનોન નામનું કેમિકલ બાલાજી એગ્રોના નામે આરોપી ખરીદતા હતા. જેનો ઉપયોગ એમ. ડી ડ્રગ્સ બનાવવા માટે થયો હતો. સાથે જ ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું કે મનોહરલાલ એનાની વિરુદ્ધ વર્ષ 2015 અગાઉ DRIમાં 280 કિલો એમ. ડી ડ્રગ્સ સાથે ફેકટરી ઝડપી પાડી હતી, જેમાં સાત વર્ષની સજા કાપી ચૂક્યો છે. ત્યારે નોંધનીય છે કે આરોપી ની પૂછપરછ કરતાં ડ્રગ્સનું વેચાણ રાજસ્થાન વધારે થતું હોવાથી ડ્રગ્સ બનાવની ફેકટરી શરૂ કરી, જોકે ફેકટરી શરૂ કરવા માટે 7-8 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. જેથી ફેકટરી બનાવવા અન્ય કોઈ મટીરીયલ ક્યાંથી લાવ્યા અને કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે બીજી બાજુ આ કેસની તપાસ NCB કરશે.