December 11, 2024

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ગોપનીય માહિતી પાકિસ્તાની ગર્લને શેર કરતા આરોપીની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પંકજ કોટિયા નામના આરોપીની જાસૂસી મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાકિસ્તાની છોકરી સાથે કનેક્ટેડ હતો અને ભારતની ગોપનીય માહિતી શેર કરતો હતો. ત્યારે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

પંકજ કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. રિયા નામની પાકિસ્તાની છોકરી સાથે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતો હતો. આરોપી કોસ્ટ ગાર્ડના શિપની મૂવમેન્ટ શેર કરતો હતો. 11 વખત અલગ અલગ વખત પંકજના બેંક એકાઉન્ટમાં પૈસા આવેલા છે. પંકજ તંબાકુ ફેક્ટરીમાં કામ કરે છે. 8 મહિનાથી પાકિસ્તાની હેન્ડલ સાથે સંપર્કમાં હતો.

પંકજને પાકિસ્તાની યુવતીએ પોતે નેવીની એજન્ટ હોવાની ઓળખ આપી હતી. કોસ્ટ ગાર્ડની શિપના નામ મોકલવામાં આવી રહ્યા હતા. વોટ્સએપમાં વોઇસ કોલથી વાત કરેલી પણ છે. આ ઉપરાંત ફેસબુકથી પંકજનો કોન્ટેક્ટ થયો હતો. કુલ 26 હજાર રૂપિયા અલગ અલગ યુપીઆઇથી મળ્યા છે. આરોપી પંકજ છેલ્લા એક વર્ષથી પોરબંદર જેટી પર કોસ્ટ ગાર્ડની શિપ પર વેલ્ડિંગ તથા અન્ય પરચુરણ મજૂરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે.