GT Vs PBKS: પંજાબ કિંગ્સે જીત સાથે કરી શરૂઆત, ગુજરાતને 11 રનથી હરાવ્યું

GT Vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે ગુજરાતને 11 રનથી હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પંજાબની ટીમને બેટિંગ આપી હતી. જેમાં પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. બીજી બાજુ, GTએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને માત્ર 232 રન બનાવી શકી હતી.

  • ગુજરાતની ઈનિંગ
    શુભમન ગિલ (કેપ્ટન) – 33 રન (14 બોલ), જોસ બટલર (વિકેટકીપર) – 54 રન (33 બોલ), સાઈ સુદર્શન – 74 રન (41 બોલ), શાહરૂખ ખાન* – 6 રન (1 બોલ), રાહુલ તેવતિયા – 6 રન (2 બોલ), શેરફાન રૂધરફોર્ડ – 46 રન (28 બોલ), અરશદ ખાન* – 1 રન (1 બોલ)
  • પંજાબ કિંગ્સની ઇનિંગ
    શ્રેયસ અય્યર* (કેપ્ટન) – 97 રન (42 બોલ), પ્રિયાંશ આર્ય – 47 રન (23 બોલ), શશાંક સિંહ* – 44 રન (16 બોલ), માર્કસ સ્ટોઇનિસ – 20 રન (15 બોલ), અઝમતુલ્લાહ ઓમરઝાઈ – 16 રન (15 બોલ), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર) – 5 રન (8 બોલ), ગ્લેન મેક્સવેલ – શૂન્ય રન (1 બોલ)

  • ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
    ઇમ્પેક્ટ પ્લેયર્સ: શેરફાન રૂધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, ઈશાંત શર્મા, અનુજ રાવત અને વોશિંગ્ટન સુંદર.
  • પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
    ઇમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાખ, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ.