બોટાદ નગરપાલીકાની ચૂંટણીમાં વરરાજો મતદાન કરવા પહોંચ્યો, વાજતે ગાજતે વરરાજા મતદાન કર્યુ

Gujarat Local Body Elections: બોટાદ નગરપાલીકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યુ છે. વરરાજાએ પોતાના પરીવાર સાથે મતદાન કર્યું હતું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વરરાજા મતદાન કર્યુ છે. લગ્નની વિધી પહેલા વરરાજો મતદાન કરવા પહોંચ્યો હતો. બોટાદ વોર્ડ નંબર 8માં વરરાજાએ મતદાન કર્યુ છે. તમામ લોકોએ સમય કાઢીને ફરજીયાત મતદાન કરવા વરરાજાએ કરી અપીલ કરી હતી.
આ પણ વાંચો: થરાદ પોલીસ દારૂની હેરાફેરી કરતી હોવાનો ખોટો વીડિયો બનાવતાં નોંધાઈ ફરિયાદ
5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે
આ ચૂંટણીમાં 19,84,730 પુરુષ અને 19,01,410 સ્ત્રી મતદારો માટે યોજવામાં આવી છે. ટોટલ 38,86,285 મતદારો છે. 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. આજે મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.