તમારા ડેટાને ચોરી થતા અટકાવવા માટે ગૂગલનું મોટું પ્લાનિંગ
તમે જ્યારે ગુગલ કે ગુગુલ ક્રોમ પર કોઈ વેબસાઈડ ખોલો છો તો તમને ત્યાં એક્સેપ્ટ ઓલ કૂકીઝનું ઓપશન આપવામાં આવે છે. જેને એક્સેપ્ટ કર્યા બાદ તમને એ વેબસાઈડ પર વધુ સારી સુવિધાઓ આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ હકિકતમાં એ કૂકીઝને એક્સેપ્ટ કર્યા બાદ એ વેબસાઈડ તમારા ડેટાને ટ્રેક કરી શકે છે. આ તમામ ડેટાને યૂઝર્સને પોતાની જાહેરાતો બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
કુકીઝ આ રીતે કરે છે કામ
2024માં ગુગલે તેના કરોડો યૂઝરને પોતાના ડેટાને સુરક્ષિત રાખવાની ગિફ્ટ આપી છે. હવે ગુગલના ક્રોમ પર કોઈ વેબસાઈટને બ્રાઉઝ કરવાવાળો યૂઝર્સ તેના ડેટાને ટ્રેક નહીં કરી શકે. મહત્વનું છેકે, ગૂગલે પોતાના ક્રોમ બ્રાઉઝરમાં એક નવો ફિચર એડ કર્યો છે. જેની મદદના કારણે યૂઝર્સ થર્ડ પાર્ટી કુકીઝને ડિસેબલ કર્યો છે. આ વેબ કુકીઝ બહું જ નાની ફાઈલ હોય છે. જે કોઈ પણ ફાઈલને ખોલવા સમયે યૂઝર્સના ફોનમાં સેવ થઈ જાય છે. જેના કારણે તમે એક વખત કોઈ ખાસ વસ્તુને સર્ચ કરો છો તો ફરી તે વસ્તુથી જોડાયેલા તમામ જાહેરાતો તમને વારંવાર દેખાડવામાં આવશે.
ગૂગલે આ ફેરફેરા તેના બ્રાઉઝરના કેટલાક ખાસ લોકો માટે જ રાખ્યું છે. કારણ કે ગૂગલ હાલ આ ફિચર્સનું પરીક્ષણ કરી રહ્યું છે. જેના કારણે તે તમામ યૂઝર્સ માટે મુકવામાં નથી આવ્યું. એક વખત તેનું પરીક્ષણ સફળ થયા બાદ આ ફિચર્સ તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે.