November 9, 2024

ગીર-ગઢડામાં એકલતાનો લાભ લઈ બે બાળાઓની છેડતી, ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ

ગીર-ગઢડા: ગીર-ગઢડા પોલીસ મથક વિસ્તારમાં બે બાળાઓ સાથે છેડતી કરનારો આરોપી ઝડપાયો છે. 35 વર્ષીય યુવકે ગામની ધાર્મિક જગ્યામાં એકલતાનો લાભ લઈ બે બાળાઓને મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી શારીરિક અડપલાં કર્યા હતા. યુવકે અડપલાં કર્યા હોવાની જાણ બાળાઓનાં પરિવારને થતાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપવા કવાયત હાથ ધરી હતી. વહેલી સવારે આરોપી કાળુ નાનજીભાઈ જેઠવાને ઉના પોલીસે ઝડપી પાડ્યો છે. ઉના પોલીસે આરોપીને ખાનગી હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને ઉના પોલીસે રાઉન્ડ અપ કરી ગીર ગઢડા પોલીસ મથકને સોંપ્યો છે.