March 23, 2025

સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના 5ની મુંબઈથી ધરપકડ

ગાંધીનગરઃ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમે અગાઉ દાખલ થયેલ ગુનાનું એનાલિસિસ કરી મુંબઈથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઇમે 5 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે.

ભોગ બનનારને વિશ્વાસમાં લઈને છેતરપિંડીને અંજામ આપતા હતા. આરોપીઓ અલગ અલગ મોબાઈલ નંબરથી કોલ કરી રૂપિયા 9.50 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓ ડમી સીમકાર્ડ લઈને સામાન્ય નાગરિકને શેરબજારમાં રોકાણ કરાવતા હતા.

આરોપી શેખ મોહમદ જાહીદ અલ્લારખા, શકીલખાન યાકુબખાન ચૌહાણ, ફેજાન મહમદ ખાલીદ મહંમદ, મોહંમદ જુનેદ અલ્લાઉદીનભાઇ શેખ, રમીજભાઇ નાશીરભાઇ શિપાઇની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે મોબાઈલ ફોન 13, ડેબિટ કાર્ડ 4, મોબાઈલ નંબરની લિસ્ટ કબ્જે કરી છે.