October 7, 2024

LPG Price: મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા

LPG Price Hike: ઓગસ્ટના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે હવે તમને મોંઘા એલપીજી સિલિન્ડર મળશે. નવી કિંમતો 1લી ઓગસ્ટ એટલે કે આજથી લાગુ થઈ ગઈ છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ વધારો કરાયો છે. કંપનીઓએ આ LPG સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યાં જ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ક્યાં કેટલો વધારો?
દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોનું એલપીજી સિલિન્ડર હવે 1652.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. પહેલા આ કિંમત 1646 રૂપિયા હતી. અહીં કિંમત 6.50 રૂપિયા વધી છે. આ સિલિન્ડર હવે કોલકાતામાં 1764.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. અહીં કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો છે. આ સિલિન્ડરની નવી કિંમત મુંબઈમાં 1605 રૂપિયા અને ચેન્નાઈમાં 1817 રૂપિયા થઈ ગઈ છે. 19 કિલો LPG ગેસ સિલિન્ડરની જૂની કિંમત કોલકાતામાં 1756 રૂપિયા, મુંબઈમાં 1598 રૂપિયા અને ચેન્નાઈમાં 1809.50 રૂપિયા હતી. એલપીજી ગેસ ડોમેસ્ટિક 14.2 kgના સિલિન્ડરનો ભાવ 810 રૂપિયા છે, જ્યારે કોમર્શિયલ 19 કિલોના બાટલાનો ભાવ 1665 રૂપિયા છે.

આ પણ વાંચો: Anshuman Gaekwad: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડનું કેન્સરથી નિધન

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
સબસિડી વગરના 14.2 kg એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડર દિલ્હીમાં 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 829 રૂપિયા છે. આ સિલિન્ડર મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે મહિલા દિવસ પર આ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે સિલિન્ડર દીઠ ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આ પછી એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.