March 18, 2025

પાટણની મસાલી માઈનોર કેનાલમાં પાણીના અભાવના કારણે ખેડૂતો હેરાન

Patan News: પાટણની મસાલી માઈનોર કેનાલમાં પાણીનો અભાવ છે. જેના કારણે પુરતું પાણી ન છોડાતા પાક ખરાબ થઈ શકે છે. કેનાલમા પૂરતું પાણી ના છોડવામાં આવતા ખેડૂતો પરેશાન થયા છે. રાત્રે 4 વાગ્યાથી સવારે 8 વાગ્યાં સુધી પાણી છોડવામાં આવે છે.

આ પણ વાંચો: અંબાજીમાં પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ, CM પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન

પાટણના ખેડૂતો થઈ રહ્યા છે હેરાન
પાટણની મસાલી માઈનોર કેનાલમાં પાણીનો અભાવ છે. જેના કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. સમયસર પાણી પણ છોડવામાં આવતું નથી જેના કારણે ખેડૂતોનો ખેતરમાં વાવેલો પાક ઉભો બળી જવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એરંડા રાયડો તેમજ ઈસબગુલ જેવા રવિ પાકો સુકાઈ જવાનાં આરે છે. વારંવાર અધિકારીઓને રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું.