October 12, 2024

જામનગરમાં પાક નુકસાની સર્વેની કામગીરીથી જગતનો તાત નાખુશ

સંજય વાઘેલા, જામનગર: ત્રણ દિવસ સમગ્ર ગુજરાત સહિત જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે જળ હોનારતની સ્થિતિ સર્જાઇ હતી. શહેર અને ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. જોકે વરસાદ બંધ થતા છે પાણી ઓસરી ગયા છે. પરંતુ, ધરતીપુત્રો હાલ ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના કારણે મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. સાથે જ સરકાર દ્વારા શરુ કરવામાં આવેળી સર્વેની કામગીરીથી પણ ખેડૂતો ખુશ નથી.

સમગ્ર જામનગર જિલ્લા સહિત ચંગા ગામમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. અહીં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોટા ભાગના ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તો ઉભો પાક બગડી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘુ બિયારણ લાવીને તેઓએ વાવણી કરી હતી. પરંતુ, વરસાદને કારણે સમગ્ર પાકનું ધોવાણ થઈ ગયું છે.

ભારે વરસાદને કારણે ખેડૂતોના જે ખેતરો છે તે પણ ધોવાઈ ગયા છે, ખેતરોમાં મોટાભાગે મગફળી અને કપાસના પાકમાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. કપાસનો પામી તદ્દન જમીનદોસ્ત થઈ ગયો છે તો ખેતરોમાં પણ પાણી ભરાયું હોય તેવું નજરે પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે એક વીઘામાં 6થી 10 હજારની નુકસાની પહોંચી છે.

બે દિવસ પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં મોટાપાયે જાનહાની પહોંચી છે. તો સૌથી વધારે નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે. ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે ખેતરોમાં પાણી ભરાયા છે તો જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે, ખેડૂતોની હાલ એક જ માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા તેમને સહાય ચૂકવવામાં આવે.