September 18, 2024

કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, જાણો શું છે તેના લક્ષણો અને ઉપચાર

24 - NEWSCAPITAL

દેશ અને દુનિયામાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. આ વખતે JN.1 નામનો વેરિયન્ટના ચિંતાનું કારણ બન્યું છે. આ વેરિયન્ટની સૌ પ્રથમ ઓળખ લક્ઝમબર્ગમાં થઈ હતી. તે પિરોલો વેરિઅન્ટમાંથી આવેલ છે. તો જાણો કોરોનાનું નવું સ્વરૂપ કેટલું ખતરનાક છે? અને JN.1 ના લક્ષણો પહેલા કરતા કેટલા અલગ છે?

નવુ વેરિયન્ટ JN.1 ચિંતાનું કારણ

દેશ અને દુનિયામાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. આ વખતે JN.1 નામનું વેરિયન્ટ ચિંતાનું કારણ બન્યું છે. આ વેરિયન્ટની સૌ પ્રથમ ઓળખ લક્ઝમબર્ગમાં થઈ હતી. તે સમાન પિરોલો વેરિઅન્ટમાંથી આવ્યું છે, જે પોતે ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ઉતરી આવ્યું છે. ભારતમાં આ વેરિયન્ટના કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં કેસોની સંખ્યા ઘણો વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તમિલનાડુમાં પણ સ્વાસ્થ્ય મંત્રીએ ચેતવણી જારી કરી છે. તે જ સમયે, ભારત સરકારે વિવિધ રાજ્યોને કોરોનાને લઈને સાવચેતી રાખવા માટે એક એડવાઈઝરી પણ જારી કરી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કોરોના Jn.1નું નવું સ્વરૂપ કેટલું ઘાતક છે અને તેને લઈને કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે.

લક્ષણો
તે સ્પાઇક પ્રોટીનમાં મ્યૂટેશન કરે છે અને રોગપ્રતિકારક તંત્રને ખોખલું કરવામાં પણ સક્ષમ છે. તેના લક્ષણો અગાઉના પ્રકારો જેવા જ છે. આમાં તાવ, શરદી, ગળામાં ખરાશ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ડાયેરિયા અને હળવા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ લક્ષણોનો સમાવેશ થાય છે. અહેવાલો સૂચવે છે કે નવા પ્રકારને કારણે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓ વધુ થઈ શકે છે. જો કે, આ માટે વધુ અભ્યાસની જરૂર છે. સંક્રમણની ચિંતા હોવા છતાં, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સૂચવ્યું છે કે JN.1 અન્ય પ્રકારો કરતાં વધુ ઘાતક હોવાના કોઈ પુરાવા નથી. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેરિયન્ટ આપણી રોગપ્રતિકારક શક્તિને ખોખલું કરવામાં વધુ સક્ષમ છે. પરંતુ આના કારણે, વધુ ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં વધારો થવાની સંભાવના ઘણી ઓછી છે.

Covid JN1

ચેતવણી અને સાવધાન રહેવાની સૂચના
જોકે, નિષ્ણાતોએ JN.1 વેરિઅન્ટને લઈને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપી છે. આ મુજબ, રસીકરણને કારણે આપણું શરીર વાયરસના વિવિધ પ્રકારો સામે લડવામાં સક્ષમ બન્યું છે. પરંતુ નવા પ્રકારના વેરિયન્ટ અને તેની સાથે સંકળાયેલ મહત્વી બાબતોને સમજવાની જરૂર છે. એક અહેવાલ અનુસાર, ડૉક્ટરોએ આ અંગેની તેમની ચેતવણીમાં કહ્યું છે કે તે અન્ય પ્રકારો કરતા ઓછું ઘાતક હોઈ શકે છે. આ મુજબ અમેરિકામાં કેસોમાં 15 થી 29 ટકા વધારા માટે JN.1 જવાબદાર છે. ડોક્ટરોએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને આપણે ચેપને ફેલાતો અટકાવી શકીએ છીએ. કેરળમાં, એક 78 વર્ષીય મહિલાને JN.1 વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. RT-PCR સેમ્પલ ટેસ્ટ બાદ આની પુષ્ટિ થઈ હતી.

દેશ અને દુનિયામાં ચિંતા
નોંધનીય છે કે ભારતમાં કોરોનાના લગભગ 400 નવા કેસ નોંધાયા છે. યુપી અને કેરળ સહિત આ જેએન.1ને કારણે કુલ પાંચ લોકોના મોત થયા છે. આ અંગે કેરળ અને તમિલનાડુમાં ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ચેતવણી જાહેર કરી છે, જેમાં નજર રાખવા અને ટેસ્ટિંગ વધારવાનું કહેવામાં આવ્યું છે. આ વાયરસ વિશ્વમાં પણ ચિંતાનો વિષય બન્યો છે અને સિંગાપોરથી લઈને ચીન અને અમેરિકા સુધી તેની અસર દેખાડી રહ્યો છે.