September 10, 2024

ફ્લોટિંગ વિલાનો આનંદ હવે ગુજરાતમાં, માલદીવના પૈસા બચશે

Floating villa

ગુજરાતીઓ એટલે માત્ર પૈસા કમાવવા એવું નથી. આપણે ગુજરાતીઓ ખાણીપીણીના અને ફરવાના પણ એટલા જ શોખીન છીએ. વિશ્વનો કોઈ પણ દેશ જોઈ લો, તમને ક્યાંક ને ક્યાંક તો ગુજરાતી જોવા મળશે. તો બીજી તરફ છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં પણ ટુરિઝમ ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે. સફેદ રણ, શિવરાજપુર બીચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ગુજરાત ફ્લોટિંગ વિલા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત, 24 દિવસમાં 26 બેઠકો

ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલા પ્રોજેક્ટમાં આકર્ષવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ધરોઈ ડેમ, કડાણા ડેમ અને બેટ દ્વારકામાં વિકસાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ધરોઈ ડેમની વાત કરવામાં આવે તો આ સ્થળને વિકસાવવામાં આવે તો લોકો વિલામાં રોકાઈને અંબાજી, વડનગર, મોઢેરા, સિદ્ધપુર, દેવની મોરી અને પોલો ફોરેસ્ટ જેવી જગ્યાએ ફરી શકશે. કડાણા ડેમ સાઈડ પર વિલા બનાવવાથી અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટુરિસ્ટોને આકર્ષી શકાય. જ્યારે બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલા બનાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિલિંગમાં પ્રવાસીઓ વધી શકશે.

આ પણ વાંચો: જો તમને બિલાડી પ્રિય હોય તો આ દેશમાં જરૂર જજો

ગુજરાતમાં ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃતિને વેગ આપવાનો ઉદ્દેશ છે. ગુજરાતમાં પહેલીવાર આવો કોન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે. આ વિલા સામાન્ય હોટલથી વધારે અદ્યતન બનાવવામાં આવશે. વિલાની પોતાની અલગ વોટર એક્ટિવિટીઝ પણ જોવા મળશે. રાજ્ય સરકાર આ પ્રોજેકેટને ગ્લોબલી ખુલ્લો મુકવાના મુડમાં છે. જેના કારણે રાજ્યને વિદેશી ભંડોળ મળી રહે. ભારતમાં પણ ફ્લોટિંગનો કન્સેપ્ટ નવો નથી. જમ્મુ કાશ્મીર, કેરળ, આંદામાન- નિકોબારમાં ફ્લોટિંગ હાઉસ જોવા મળે છે. ઉત્તરાખંડના ટિહરી વિસ્તારમાં પણ ફ્લોટિંગ વિલા છે. નદી, જળાશય અને વિશાળ વોટર બોડી હોય તેવી જગ્યાએ આ પ્રકારના વિલા બની શકે તેમ છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટની આવશ્યકતા હોવાથી બહું જ જલ્દી સંભવતાના રસ્તે પહોંચશે.