December 6, 2024

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Encounter: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં રાજપુરાના ઉપરી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આતંકીઓની સંખ્યા અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. હજુ તેની ઓળખ થઈ શકી નથી. હાલ ઓપરેશન ચાલુ છે. આ પહેલા શુક્રવારે સોપોરના સાગીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.