બોટાદ અને ગઢડા નગરપાલિકાની આવતીકાલે ચૂંટણી યોજાશે, તંત્ર સજ્જ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: બોટાદ અને ગઢડા નગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને વહિવટી તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. બોટાદ નગરપાલિકા ચૂંટણી માટે મોડેલ સ્કુલમાં અને ગઢડા નગરપાલીકાની ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે ડિસપેસીગની કામગીરી હાથ ધરાઈ છે. વહિવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીન, મતદાન કુટીર સહિત તમામ ચૂંટણીનું સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગઢડામાં કુલ 21,128 મતદારો અને 23 બુથ છે, જેમાં 12 બુથ સંવેદનશીલ તેમજ 141 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હાજર રહેશે. બોટાદમાં કુલ 89,671 મતદારો અને 77 બુથ પર 415 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હાજર રહેશે. ગઢડા નગરપાલીકાની 24 બેઠકો તો બોટાદ નગરપાલીકાની 34 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાશે.