March 18, 2025

વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો વાયરલ

Elections 2025: વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણી છે. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નંબર 2માં બીજેપીને વોટ આપતાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો: ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું

5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે
આ ચૂંટણીમાં 19,84,730 પુરુષ અને 19,01,410 સ્ત્રી મતદારો માટે યોજવામાં આવી છે. ટોટલ 38,86,285 મતદારો છે. 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. આજે મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.