આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, EVM મશીન વિતરણની કામગીરી કરાઈ

Elections 2025: આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેમાં 224 મતદાન મથકો ઉપર EVM મશીન વિતરણની કામગીરી કરાઈ છે. દરેક બુથ ઉપર દિવ્યાંગોને લઈને ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વ્હીલચેરની વ્યવસ્થા પણ કરાઈ છે. દરેક પોલીંગ સ્ટેશન દીઠ પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવશે. 96 બુથ સંવેદનશીલ છે. જેમાં વધારે પોલીસ સ્ટાફ વધારે મુકાયા છે.
આ પણ વાંચો: બોલિવુડમાં એન્ટ્રી મારશે મોનાલીસા, બદલી ગઈ ચાલ ઢાલ
પાયલ ગોટી સાથે મુલાકાત કરી
અમરેલીની સાવરકુંડલા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓએ પ્રચંડ પ્રચાર કરતા જોવા મળ્યા હતો. ગેનીબેને તો લેટરકાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી. આ પછી ગેનીબેને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મત રૂપે મામેરું માંગ્યું અને કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસને જનતાના આશીર્વાદ મળશે તેવી આશા રાખું છું.