November 10, 2024
ઉપભોક્તા વાદ -ભૂષણ કે દૂષણ
Trilok Thaker
Expert Opinion

 

ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રથમ વિશ્વ યુદ્ધે  કેટલીક બાય પ્રોડક્ટસ આપી. તે માહે ની એક એટલે ઉપભોક્તા વાદ. જેણે  માણસને સંતુષ્ટ  ખરીદનાર  માંથી અસંતુષ્ટ ઉપભોક્તા  બનાવી  દીધો .જેનાથી આજે પણ  “માસ પ્રોડકશન ”  સામે  “ અમાપ માંગ કરતો થઈ  ગયો છે . કારણકે “માસ પ્રોડકશન  ”ની  ફોર્ડની નીતિથી,  મલ્ટી નેશનલ્સમાં  બનેલ  ગુડઝ થી બજારો ઉભરાય પડી હતી  . હવે   માણસ  જો એકાન્તરિયો ભોગી બની,  ઉપભોગ કરે  ન તો , માલ ખપે તેમ ન હતું.  યાને સામાન્ય માનવીનાં  વસ્તુનું  ઉપભોગ નું પ્રમાણ વધવું જોઈએ. તો તે માટે  આકર્ષક, ક્યારેક ઉઘાડી જાહેરાતો, લલચામણી ઓફર્સ (ડિસ્કાઉન્ટ, એક ઉપર એક ફ્રી, કૂપન, વધારાની સવલતો વગેરે))શરુ કરી , માણસની “મનોવૃત્તિ” પર આક્રમણ થયું. માણસની બિહેવિયર પર  ઘાત ઉપર ઘાત કરવામાં આવ્યા. આજે પણ  આ  હેમરીંગ  ચાલુ છે.

માણસની સંતોષી  વર્તણુંક ””બસ! બસ! ,ઘણું “, જરૂરત ક્યાં છે ?” છોડાવી “ કસ્ટમર ઓરિયેન્ટેડ , કસ્ટમર ફ્રેન્ડલી,” ના લેબલ થી પ્રોડક્ટસ બનવા લાગી. યુરોપ અને અમેરિકાના લોકો જે ત્યારે  ૮૦% ખર્ચ માત્ર અને માત્ર ખોરાક પર કરતા હતા તેઓની વર્તણુંક સુધારવી જરૂરી હતી.” તેઓને અસંતોષી બનાવી,  “ સુખ અને સુવિધા વાળી  મોર ક્મ્ફોર્ટેબલ ” ના  ભ્રમ વાળી  માનસિકતા કરવી જરૂરી હતી. “સ્વૈચ્છિક, નીવારી શકાય, જરૂર નથી” , તેવી વર્તણુકને બદલે  , ફરજિયાત અને અનિવાર્ય છે “ તેવી બિહેવિયર ઘડવાની જરૂરત  ઊભી કરવી હતી  આ માટે “કસ્ટમર (જો કસ્ટસે મરતા હૈ! )બિહેવિયર” ના અભ્યાસ માટે    ઇન્ડસ્ટ્રીયલ સાઇકોલૉજી, માર્કેટિંગ સાઇકોલૉજી વગેરે  વિષયો ભણાવવામાં આવી ગયા. સાથો સાથ “”માસ પ્રોડક્સન, ડમ્પિંગ અને માસ ક્ન્ઝમ્પસન” નો માર્કેટિંગ ખ્યાલ ઊભો કરી દીધો .

આ સમયે સરકારો પણ બેકારી, મંદી જેવી  આર્થિક સંકડામણ થી પરેશાન હતી . તેને પણ માંગ અને પુરવઠાનું ચક્ર વધુ ઝડપથી ફરે તેમાં રસ હતો તેથી પોત પોતાના દેશની આર્થિક નીતિમાં   કન્ઝ્યુમરીઝમ (ગ્રાહક વાદ)ને બળ આપતા  બજેટરી એલોકેશન  કરવા લાગ્યા.  પરિણામે યુ.એસ.  અને યુરોપિયન    દેશો સમૃદ્ધ થતા ગયા. ” ઔદ્યોગિક શહેરો “ નામના નવા શહેરો વસવા લાગ્યા . બેરોજગારી ઓછી થઈ ગઈ . દેશોના  આર્થિક  વિકાસ દર,  જીડીપી વધી ગયા .પ્રોડકશન માં, મેન્યુફેક્ચરિંગ માં  ઇનોવેશન વધવા લાગ્યું,  ટેકનોલોજીકલ, અપગ્રેડેશન થવા લાગ્યું. એક જ પ્રોડક્ટસ માં અનેક  વેરાઈટીઓ મળવા લાગી ., લકઝરીયસ વસ્તુઓ વધી ગઈ .

શહેરોની  લોકલ માર્કેટ જે ક્યારેક “કૅપિટલ ગુડઝ “ની જ માર્કેટ હતી તે હવે “ ડીપાર્ટમેન્ટલ સ્ટોર “  નામના “નવા કલ્ચર” થી  ઉભરાવા લાગી ..” જાહેરાતો (ધીમું ઝેર)  ખરીદવા માટેનું   ઝનૂન ઉભું કરવા લાગી . જેમાં ટીવી અને પ્રિન્ટ મીડીયાએ હોંશે હોંશે ફાળો આપ્યો..

આ બધા થી   વધારે  ફાયદો થયો (અને આજે પણ થાય છે) મલ્ટી નેશનલ કંપનીઓ ને., મૂડીવાદ ને ભરપૂર વેગ મળી ગયો.  બસ! વાઘે લોહી ચાખી લીધું.  સામે વિશ્વ આખા ના દેશો ખરીદનાર  તરીકે હાજર જ હતા.  બનાવી એ તેનો શિકાર !!

૧૯૫૫માં ફોર્ડ કુ. ના માલિકે તો જાહેરમાં સ્વીકાર્યું કે “ અમેરિકન ઈકોનોમી માટે કન્ઝયુમરીઝમ એટલે કેપીટાલીઝમ “!!

પરંતુ, ૨૦૦૦ની  સાલ આવતા  આવતા તો  ક્ન્ઝ્યુમરીઝ્મ  જે “ગ્રાહકોના હિત માટે  વપરાતો  શબ્દ હતો તેની સામે વૈચારિક બળવો  શરુ થયો. વસ્તુના ભાવતાલ , ક્વાલીટી, મોનોપોલી, માપ, પૅકિંગ, સુરક્ષા,  વગેરે માટે ગ્રાહકોને  રક્ષણ આપની માંગ ઉઠ્વા લાગી .

આખરે યુનો ની સેક. જનરલ એસેમ્બલી  જેવી સંસ્થાએ  ૧૯૮૩ માં કન્ઝ્યુમરના હિતની રક્ષા માટેના સુચનો ની માર્ગદર્શિકા આપી ને, દરેક દેશને   કાયદાઓ બનાવવાનું સૂચવી દીધું. આમ છતાં   ઉપભોક્તા વાદ એ વિશ્વમાં ઝડપથી પ્રસરી ગયો.

જેનાથી overconsumption “  નામનો જીર્ણ જવર  માણસને લાગુ પડી ગયો છે . જે સંતોષવા ફેકટરી ઓ  ધમધમવા લાગી છે . જે  “એક્સેસ મટીરિયલ્સ વાપરવા મંડી છે . પરિણામે વાસટેજ  -ગારબેજના અંબાર ખડકાવા લાગ્યા છે.

આ જોઈ, વાંસ   પેકાર્ડ નામના લેખકે ચેતવણી આપી દીધી કે કન્ઝ્યુમર પ્રેક્ટિસ એ માત્ર અને માત્ર “એક્સેસ મટીરીયાલીઝમ” અને વાસ્ટીઝમ  છે “.

ઉપરોક્ત ચેતવણી સાચી પડી ગઈ છે  . Overconsumption ને કારણે નેચરલ રિસોર્સ નું over exploitation થઈ રહ્યું છે. પરિણામે climate change થઈ રહ્યું છે. આપણે આપણી આજુબાજુ નજર કરીએ તો “ રણમાં વરસાદ છે, તો જંગલોમાં નથી, જંગલોમાં આગ લાગેલી છે. ઠંડા પ્રદેશો માં  ગરમી ઘણી છે, ગ્લેસિયર્સ ઓગળી રહ્યા  છે.”-  કારણકે બેફામ પણે નેચરલ રિસોર્સ નો ઉપયોગ થઈ રહ્યો છે.

ખાણ ખોદાણ થી   જમીન ખાલી થઈ રહી છે. હવા વધુ કાર્બન વાળી  થઈ રહી છે. જમીનનું પાણી ઓછું થઈ રહ્યું છે, જે છે તે રસાયણ વાળું થઈ રહ્યું છે. કારણ, આપણી વસ્તુ માટે ની વધુ પડતી ક્ષુધા સંતોષવી છે! મલ્ટી નેશનલ્સની મટીરિયલ્સ ની  ભૂખ સંતોષવી છે. કોકા પેપ્સીની પાણી ની તરસ સંતોષવી છે.

આ જોઈ, ટી. વેબ્લેન  નામનો ઈકોનોમિસ્ટ કહી બેઠો છે  “આ ( વધુ પડતા  ઉપભોક્તા વાદ) અતાર્કિક  છે અને આર્થિક વ્યવહારોને ઉથાલાવતું વલણ છે. 

માત્ર યુએસએનો વિચાર કરીએ તો, અમેરિકન ક્લબ “સિયેરા કલબના “ દેવ તીલફોર્દ કહે છે:-

 “જગતની વસ્તી ના માત્ર ૫% વસ્તી ધરાવતા યુ એસ. જગતના પેપર ઉત્પાદન ના ૧/૩ ભાગ કન્ઝયુમ કરે છે. ઓઈલના ૧/૪ ભાગ ,કોલસા ના ૨૩%,એલ્યુમીનીયમના ૨૭%અને કોપરના ૨૯% કન્ઝયુમ કરે છે. “

 આ અનુભવતાં,  બાયોલોજીસ્ટ પોઉલ  આર. ઈ. કહે છે કે “”જો આપણે દરેક યુ.એસ. ની જેમ ઉપભોક્તા વાદી  બનીશું તો આપણે બીજી  ૩,કે ૪   પૃથ્વીની જરૂરત પડશે.  આજના consumption લેવલ  ને જાળવવા આપણને ૧.૫ (દોઢ ગણી) પૃથ્વીની જરૂરત છે.

એક રિપોર્ટ એવું પણ કહે છે કે  ૨૦૧૦માં  વસ્તુનો  ઉપભોગ જેટલો હતો તેનાથી   ૨૧૦૦માં   ઉપભોગ ૭ ગણો થઈ જશે.

હવે  તો વિચારવું જ પડશે કારણકે આ તો સમૃદ્ધ દેશોમાં ઊભા  થયેલ ઉપભોક્તાવાદના પરિણામો  છે. પણ જો વિકાશશીલ દેશો, આફ્રિકા, ચાઈના, ભારત,  વગેરે પૂર્ણ રૂપે વધુ પડતા ઉપભોક્તા વાદી બની જાય તો શું થશે???               

.        વિચારો,  માણસ નામનું પ્રાણી, માનવ મટી ને  “ઇકોનોમિક ટુલ” બની ગયું  છે .  માનવત્વ   લુટાઈ ગયું છે .વ્યક્તિ પ્રોડક્સન સાઈકલનો હિસ્સો બની ગઈ છે . અને કન્ઝ્યુમરીઝમ થી  -માનવીનું  મન વસ્તુઓ નું ગુલામ બની ગયું છે . કદાચ કોઈ માને  કે ન માને , પણ એક બાજુ ખુબ ખાધોડકુ, છતાં વેરાયટીઓ માટે વલખાં મારતું  જગત છે! તો બીજી બાજુ બે રોટલી માટે  ટળવળતું  ભૂખ્યું જગત છે! આ છે overconsumptionની, વધુ પડતા કન્ઝયુમરીઝમ  આડ અસરો.

આટલું પુરતું નથી, ઉપભોક્તા વાદને કારણે    સામાજિક ઢાંચો આખો સડી ગયો છે . જેની તીવ્ર અસર ત્રીજા વિશ્વના ઊભા  થતા  દેશોને વધુ થઈ છે . કારણ કે  ઉદારીકરણ, વૈશ્વીકરણે  મલ્ટીનેશનાલીઝ્મને વિશ્વના ખુણે ખુણે પહોંચાડી દીધું છે . (કદાચ આ ગ્લોબલાઈઝેસન –world one village નો નારો, અમેરિકન અર્થ તંત્રને મજબુત કરવા માટે જ હશે.)!    “થોડામાં ઘણું” માની સંતોષ થી જીવતો  માણસ, વધુ ને વધુ  વિદેશી વસ્તુઓ મેળવવા દોડતો થઈ ગયો છે .

, પરિવાર સાથે સમય  વિતાવતો માણસ  ખર્ચ ના/હપ્તા ના  ખાડા પુરવા બજારમાં મજૂરી કરવા લાગ્યો છે. કારણકે ઉત્પાદક ની વેચાણ કળાએ, આકર્ષક વેરાયટીઓ એ , જાહેરાત ના  જુલમે, નવી નવી વસ્તુઓ ખરીદવા ની માનસિકતા બનાવી  દીધી   છે

વિશેષમાં વિદેશી કંપનીઓ એ (વેચાણ વધારવા)  બુદ્ધિપૂર્વક રીતે, પોતાની પ્રોડક્ટને   , લકઝરીયસ આઈટમોને   “”સ્ટેટ્સ, પ્રેસ્ટીજ,”  life standard,”” સાથે  જોડી દીધી છે . જેણે   આપણામાં  વિદેશી, લકઝરીયસ આઈટમો વસાવવાની ઝંખના  જગાડી દીધી છે .  વળી વિદેશી ચીજ ખરીદવા  ઇન્સ્ટોલમેંટ,  ક્રેડીટ કાર્ડની સુવિધા હાજર છે !  આને   પરિણામે  simple living and high thinking ને બદલે   -high living and simple thinking  થઈ ગયું છે .

હવે આપણી  બુદ્ધિ  વિદેશી, લકઝરીયસ  ચીજ કેમ વસાવવી , તે માટેની   લોન ક્યાંથી લેવી, હપ્તા કેમ ભરવા, વગેરે માં વધુ ચાલવા લાગી છે. જિંદગી હપ્તા માં તબદીલ થઈ ગઈ છે . આવક વધારવા, પતી પત્ની બન્ને ને નોકરી કરવી ફરજિયાત બની છે, કે અપ્રમાણિક, ભ્રષ્ટ  રસ્તાઓ અપનાવવા પડ્યા છે.  જેનાથી વ્યક્તિનું ચારિત્ર્ય ખોખલું બની ગયું છે . પરિવાર ને નાનો કરવો પડ્યો છે / કે સિંગલ જ રહેવાનું યોગ્ય  લાગવા લાગ્યું છે .

ખર્ચ ઘટાડવા પરમ્પરાઓ, ધાર્મિક પ્રસંગો ના સ્વરૂપો બદલાઈ ગયા છે. પરિશ્રમી વ્યક્તિ પરજીવી બની ગઈ છે. પરાક્રમી વ્યક્તિ  માનસિક તણાવ, હતાશાથી પરેશાન છે.  .“sedentary life style(બેઠાડું જિંદગી )બની ગઈ છે ,  અનિયમિત જીવન બન્યું છે . પણ ખાઉધરાપણાએ વ્યક્તિને અદોદળા (ઓબેસિટી)બનાવ્યા   છે .

૨૦૧૨નો એક અહેવાલ પ્રમાણે ભૂખમરાથી લોકો જેટલા મૃત્યુ પામે છે તેના કરતા ત્રણ ગણા લોકો  ઓબેસિટી થી  મૃત્યુ પામી રહ્યા છે.

ખેતીવાડી કહો કે પશુપાલન, બધા પર ઘેરી અસર ઉપભોક્તા વાદે કરી છે.

એક રિપોર્ટ પ્રમાણે “માંસનો” ખોરાકમાં જે વધારો થઈ ગયો છે. તેમાં ૯૦ % !! ઘટાડો કરવો પડે તેમ છે, અન્યથા પશુ વગર ખેતીવાડી શક્ય નહીં બને.

ઉધારીના, બેંક લોન ના પૈસે વેલ્થ વધી રહી છે પણ જાતની કમાયેલી હેલ્થ જઈ રહી છે. આ હાલત  વ્યક્તિની નહીં, પુરા વિશ્વની છે .કેટલાય દેશો આર્થિક સુધારણા ના બહાને, પોતાના દેશવાસીઓને   મલ્ટીનેશનલના  over consumption ના  શિકાર  બનાવી  બેઠા છે, પોતાનો વિકાસ જાળવવા  સમૃદ્ધ દેશો ની ડેબ્ટ ટ્રેપના ફસાઈ ગયા છે.

આમ over consumption ના કાતિલ ઘાએ  પર્યાવરણ ની હેલ્થ, માણસની હેલ્થ, નેચરલ  રિસોર્સ ની  હેલ્થ, સોશ્યલ હેલ્થ અને કલ્ચરલ  હેલ્થ ને ઘાયલ કર્યા  છે,

ઘણા દેશોના વૈજ્ઞાનિક નો રીપોર્ટ કહે છે કે વિશ્વની સ્થિરતા માટે ઉપભોક્તાવાદ એ ગંભીર ખતરો છે. 

ભારતીય સંસ્કારોનો મુદ્રાલેખ એવા  “ત્યાગી ને ભોગવી જાણો” નો હેતુ જ  પ્રાણ, પ્રકૃતિ, પંચ મહાભૂત  અને પર્યાવરણ ને બચાવી, નવી પેઢીને આપતા જવાનો  છે . પણ ઉપભોક્તાવાદે “ભોગવીને છોડી જાણો” ને ચરિતાર્થ કર્યો છે  પરિણામે  પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક્સ, કાર્બન ગેસ ના ઢગલા પર સૌ કોઈ છીએ. હવે વિચારીએ શું ઉપભોક્તાવાદ ભૂષણ છે કે દુષણ છે કે ધીમા ઝેર વાળું પોષણ છે  ?? શું વિકાસ માટે, મલ્ટી નેશનલ્સની ચીજોના  ભોગી બનવું જરૂરી છે??  સ્વ નિર્ભર, દેશ નિર્ભર થઈ આત્મ નિર્ભર થવું જરૂરી નથી લાગતું ??   વિચારીએ.