5 મિનિટમાં જ બનાવો આમળાનો રસ, આ રહી રીત

Amla juice: શિયાળાની સિઝનમાં આમળા ખાવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનો રસ તમારી ત્વચાને ગ્લોઇંગ બનાવે છે અને વાળને મજબૂત કરે છે. પાચનની જો તમને સમસ્યા હશે તો પણ તેને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આમળાનો રસ કેવી રીતે બનાવો. આવો જાણીએ.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પરિણામ પર પ્રિયંકા ગાંધીનું પહેલું નિવેદન
કેવી રીતે બનાવશે આમળાનો રસ
પહેલા તમારે તાજા આમળા લેવાના રહેશે તેની સારી રીતે સમારી લો. હવે તમારે તેને મિક્સરમાં પીસી લેવાનું રહેશે. આ પછી 1 ટુકડો આદુ, 1 ચપટી કાળા મરી અને થોડું કાળું મીઠું ઉમેરો. પછી 1 કપ વધુ પાણી ઉમેરી પછી ગાળી લો. બસ, તમારું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આમળાનો રસ તૈયાર! વાળ, ત્વચા અને પાચનતંત્ર સહિત ઘણા લાભ થશે.