October 5, 2024

બંગાળની ખાડીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા નોંધાઈ

Earthquake: બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. રવિવારે સવારે 9.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. સામાન્ય રીતે ભૂકંપના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગે છે. ઘણા પ્રસંગોએ સુનામીનો ખતરો પણ મંડરાય છે. જો કે હજુ સુધી આવી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

અમેરિકાના ‘યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે’ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના પારકા ગામની નીચે 135 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે ઉંડાણમાં હતું. USGS એ હજુ સુધી ‘આફ્ટર શોક’ એટલે કે ભૂકંપ પછીના ફરીથી આંચકા વિશે કોઈ માહિતી આપી નથી. કેન્દ્ર આંદામાનની નજીક હોવાને કારણે ત્યાં પણ આંચકા અનુભવાય તેવી શક્યતા છે.

એપ્રિલમાં પણ બંગાળની ખાડીમાં ભૂકંપ આવ્યો હતો
જો કે, આ પ્રથમ વખત નથી કે બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોય. આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ અહીં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 11 એપ્રિલે બંગાળની ખાડીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ પણ 10 કિમી હતી. આંચકાના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. અહીં સામાન્ય રીતે લગભગ દર મહિને ધરતીકંપ નોંધાય છે. જો કે, જ્યારે તીવ્રતા વધારે હોય છે, ત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સુધી આંચકા અનુભવાય છે.