વહેલી સવારે ભૂકંપના આંચકાથી મણિપુરની ધરા ધ્રુજી, 3.1ની તીવ્રતાનો આંચકો

Earthquake: છેલ્લા કેટલાક દિવસોથી દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર પૃથ્વીથી માત્ર 10 કિલોમીટર નીચે હતું.

મણિપુરના ચંદેલમાં બુધવારે વહેલી સવારે 3.40 કલાકે ભૂકંપ આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા. અચાનક આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ધરતીકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે નોંધાયું હતું. આ પહેલા માર્ચની શરૂઆતમાં દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો જેના કારણે ધરતી એટલી હદે ધ્રૂજવા લાગી હતી કે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો: હોન્ડુરાસમાં પ્લેન ક્રેશ, પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સહિત 12 લોકોનાં મોત

લોકો ભૂકંપના નામથી જ ડરી જાય છે. મણિપુરના ચંદેલમાં આવેલા આ ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.