October 16, 2024

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઇ

Earthquake in Jammu Kashmir: શુક્રવારે બપોરે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કાશ્મીરના બારામુલ્લાના લોકોએ લગભગ 12.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

હવામાન વિભાગના સાયન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ વિસ્તારમાં લગભગ 12.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કારગિલ અને લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ માહિતી આપી હતી કે ભૂકંપ રાત્રે 9.35 કલાકે આવ્યો હતો. અગાઉ ડિસેમ્બરમાં પણ ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ કેવી રીતે થાય છે?
પૃથ્વીની અંદર અનેક પ્રકારની પ્લેટો છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ છે. તે પૃથ્વીની નીચે સતત ફરે છે. જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે અથવા ત્યાં હલનચલન થાય છે, ત્યારે ધરતીકંપ થાય છે.