દેશભરમાં દશેરાની ધૂમ: લાલ કિલ્લા ગ્રાઉન્ડમાં કરાયું રાવણ દહન

Ravana Dahan: દેશ અને દુનિયા ભરમાં શનિવારે જ્યારે ભારતીય દશેરા અને દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુરાઈ પર અચ્છાઇની જીતના પ્રતિક સમાન આ તહેવારો પર શુભેચ્છા આપી હતી. દશેરાની ઉજવણીના ભાગરૂપે, લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.

રાષ્ટ્રપતિ મૂર્મું અને વડાપ્રધાન મોદીએ શનિવારે સાંજે દિલ્હીમાં શ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા ઉત્સવમાં હાજરી આપી હતી. સાંજે 5.30 કલાકે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને છેલ્લા 8 થી 10 દિવસથી ચાલી રહેલી 101 વર્ષ જૂની રામલીલાનું સમાપન અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક રૂપે ત્રણ પૂતળા દહન સાથે થયું હતું.

રાષ્ટ્રપતિ મૂર્મું અને પીએમ મોદીએ આપી દશેરાની શુભેચ્છા
આ પહેલા આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અને વડાપ્રધાન મોદીએ લોકોને વિજયાદશમી (દશેરા)ની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ મૂર્મુંએ કહ્યું, “દુર્ગા પૂજાના શુભ અવસર પર, હું ભારત અને વિદેશોમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.”

પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરતાં લખ્યું કે હું કામના કરું છું કે આ સૌ માં દુર્ગા અને પ્રભુ શ્રી રામના આશીર્વાદથી વનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવો.”