ડિવોર્સની સુનાવણી દરમિયાન પ્રખ્યાત અભિનેત્રીએ કોર્ટમાં જ પતિને આડેહાથ લીધો

Dalljiet Kaur and Nikhil Patel divorce: ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ દલજીત કૌર અને તેના બીજા પતિ નિખિલ પટેલનો મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. બંનેના લગ્ન ભાંગવાની આરે છે. ખરેખરમાં નિખિલે બીજા લગ્નને માનવાથી ઈન્કાર કરી દીધો છે, જેના પછી એક્ટ્રેસે છૂટાછેડા માટે કેન્યાની સેશન કોર્ટમાં અરજી કરી હતી. થોડા દિવસો પહેલા દલજીત અને નિખિલના કેસની પ્રથમ સુનાવણી થઈ, જ્યાં નિખિલ પટેલે સાફ શબ્દોમાં કહ્યું કે, તે આ લગ્નને નથી માનતો. આ સાંભળતા જ કોર્ટમાં જ અભિનેત્રીનો ગુસ્સો ફુટી નીકળ્યો. તેના પછી તેણે સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ શેર કરી અને તેણે નિખિલ પટેલને લઈ પોતાની ભડાસ નીકાળી છે. દલજીત કૌરે પોતાની પોસ્ટમાં નિખિલ પટેલને પૂછ્યું કે તે મિસ્ટ્રેસ (રખાત) હતી, જે લગ્ન બાદ તેની સાથે દરેક જગ્યાએ પરિણીતા તરીકે જતી હતી.
એક્ટ્રેસે પોસ્ટ શેર કરી
દલજીત કૌરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું કે કેન્યાની સેશન કોર્ટમાં સુનાવણી દરમિયાન શું-શું થયું? અભિનેત્રીએ પોસ્ટમાં જણાવ્યું કે, સુનાવણી દરમિયાવન નિખિલ પટેલ સમગ્ર સમયે માત્ર એટલું જ પ્રુફ કરવા માંગતા હતા કે તેના લગ્ન એક્ટ્રેસ સાથે થયા નથી. નિખિલ અને તેના પરિવારને શરમ આવવી જોઈએ કે તેઓ આ લગ્નને માનવાથી ઈન્કાર કરી રહ્યા છે. અભિનેત્રીએ ગુસ્સા નીકાળતા કહ્યું કે,‘આજે કેન્યાની કોર્ટમાં સુનાવણી હતી. જે લોકો જાણવા માંગે છે કે સુનાવણી દરમિયાન શું થયુ તો હું તેમને જણાવી દઉ કે નિખિલ પટેલના વકીલ જજની સામે એ સાબિત કરવામાં લાગ્યા હતા કે આ લગ્ન થયા જ નથી.’ְ
દલજીત કૌરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું,‘જ્યારે મેં ફરિયાદ નોંધાવી હતી, તે ,મયે ઈન્ડિયન પોલીસે મને જણાવ્યું હતું કે, જો નિખિલ આ લગ્નથી ઈન્કાર કરે છે તો ગવાહ અને પરંપરાના આધારે તેને જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે. જોઈએ આગળ શું થાય છે. તેને અને તેના પરિવારને શરમ આવવી જોઈએ કે તેઓ લગ્નથી ઈન્કાર કરી રહ્યા છે. એક્ટ્રેસે આગળ લખ્યું,‘શું કેન્યાના ટોપના નેતાઓ અમારા લગ્નનો ભાગ બન્યા ન હતા. શું તમે દરેક સમારોહમાં એક પત્નીને આમંત્રણ નથી આપ્યું? શું હું માત્ર એક મિસ્ટ્રેસ હતી, જેને સુહાગરાત માટે બોલાવવામાં આવતી હતી?
View this post on Instagram
કરવા ચૌથ પર વ્રત રાખ્યું હતું.
દલજીત કૌર અહીંયા જ ન અટકી તેણે પોસ્ટમાં આગળ લખ્યું,‘તારા વકીલે મને અહી કેમ જણાવ્યું કે ડિવોર્સ પેપરમાં સાઈન થઈ ગયા છે. શું તારી પ્રથમ પત્નીએ સાઈન કરીને છૂટાછેડાના આધારે બાળકોને અમેરિકા લઈ ગઈ? મને શરમ આવી રહી છે કે તું આપણા લગ્નને ખોટા સાબિત કરી રહ્યો છે. મને આ વાત કરવા ચૌથ પર જણાવી દીધી હોત જ્યારે મેં રાત્રે 11:30 વાગ્યા સુધી મારા પતિ માટે વ્રત રાખ્યું. મારે તે દિવસે વ્રતની જગ્યાએ ખાવાનું ખાઈને ઈન્જોય કરવું જોઈતુ હતું. તને શરમ આવવી જોઈએ.’ દલજીતે આગળ કહ્યું કે તેને ડર નથી લાગતો. ખાસ કરીને તેમનાથી જેઓ આ સમયે તેને સપોર્ટ કરવાની જગ્યાએ સંતાઈને બેસી રહ્યા છે.
વર્ષ 2023માં થયા હતા લગ્ન
નોંધનિય છે કે, દલજીત કૌરે ગત વર્ષે 2023માં એનઆરઆઈ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક્ટ્રેસ પુત્ર જેડેનને લઈ પતિ સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. જોકે તેમના લગ્ન 10 મહિના પણ ચાલ્યા નહીં અને તે પોતાના પુત્ર સાથે ભારત પરત આવી ગઈ. તેના પછીથી બંને લોકો એકબીજા પર ઘણી ઘણી વખત ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે.